બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video: 'મારી માંના સમ, જો ના મારી નાખું તો....', દેવાયત ખવડને મેઘરાજસિંહ ગોહિલનો ખુલ્લો પડકાર

વિવાદ વકર્યો / Video: 'મારી માંના સમ, જો ના મારી નાખું તો....', દેવાયત ખવડને મેઘરાજસિંહ ગોહિલનો ખુલ્લો પડકાર

Priykant Shrimali

Last Updated: 11:25 AM, 14 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Devayat Khavad Controversy : મેઘરાજસિંહ ગોહિલે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી અને આ ઘટનાને વખોડી દેવાયત ખવડને ખુલ્લો પડકાર ફેંક્યો, જાણો એવું તે શું કહ્યું ?

Devayat Khavad Controversy : દેવાયત ખવડ વિવાદમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં તાજેતરમાં કથિત રીતે દેવાયત ખવડે સનાથલના ધ્રુવરાજસિંહને માર માર્યો હોવાની ઘટના બાદ હવે આ વિવાદ સતત વધી રહ્યો છે. સનાથલના ધ્રુવરાજસિંહને મારવાના કેસમાં હવે મેઘરાજસિંહ ગોહિલ મેદાનમાં ઉતર્યા છે. વાસ્તવમાં મેઘરાજસિંહ ગોહિલે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી અને આ ઘટનાને વખોડી દેવાયત ખવડને ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ વીડિયોમાં મેઘરાજ ગોહિલે દેવાયત ખવડને મારી નાખવા સુધીની વાત કરી દીધી છે.

...અને પછી વિવાદમાં થઈ મેઘરાજસિંહ ગોહિલની એન્ટ્રી

આ કેસમાં હવે મેઘરાજસિંહ ગોહિલની એન્ટ્રી થઈ છે અને તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયોમાં કહ્યું કે, મારુ નામ છે મેઘરાજસિંહ ગોહિલ. આજે જુનાગઢમાં દેવાયત ખવડે છોકરાઓ જોડે બાજયો છે એના વિશે હું તમને કહેવા માંગુ, જે દેવાયતની સનાથલમાં પત્તર ઠોકી હતી એ હું પોતે... બીજી વાત અત્યારે એને ઓલા છોકરાને ધ્રુવને, 20 વર્ષનો છોકરો એને કઈ ખબર પડે નહિ એની ઉપર હાથ ચાલાકી કરીને દેવાયત એમ કે, હું મરદ છું. અલ્યા ફા.... તારા જેવો કોઈ ફા....તે છોકરા ઉપર હાથ ઉપાડ્યો ? મરદ માણસ હોય તો રામભાઈ પાસે આય. મારી સામે આય.

આ સાથે અન્ય એક વીડિયોમાં મેઘરાજસિંહે કહ્યું કે, હમણાં વીડિયો મૂક્યો અને આ બીજો વીડિયો જોઈ લેજો. એમ કઇં ફાંકા ફોજદારી નહીં.12-15 લોકોને લઈ છોકરાને મારવા નીકળ્યા છો. સમજો છો શું તમારા મનમાં ? સામી છાતીએ આવી જાવ, લોકેશન આપું, ફોન કરી બોલાવો. ખબર પડે કે કોણ કોને મારે છે ? 20-20 વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાયત ખવડ ફા... સમજે છે શું તું તારા મનમાં ? 15-15 લોકો 3-3 ગાડીઓ લઈ છોકરાને મારો છો. હું એકલો જ ફરું છું બાજી લેજો.. જ્યાં આવવાનું હોય ત્યાં.. હા, એકવાર ઘા કરી બતાય દેવાયત ખવડ, જો તારા ઘરે આવી ને તને ના મારી નાખું તો કેજે.

જાણો શું છે આ સમગ્ર વિવાદ ?

જુનાગઢ જિલ્લાના તાલાલાના ચિત્રાવડ ગામમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર અને કિયા કાર સામસામે અથડાઈ હતી. કાર ટક્કરમાં કિયા કારને નુકસાન થયું હતું જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. ઘાયલ થયેલી વ્યક્તિનું નામ અમદાવાદના સથાનલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણ છે. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારતા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. ત્યાર બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણન માર માર્યાના પણ સમાચાર છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો કાલે ચિત્રાવડ ગામે ક્રિષ્ના હોટેલમાં રોકાયા હતા. ધ્રુવરાજસિંહ ચૌહાણ ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું. તેને લઈને દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરીન બલાલ કરી હોઈ શકે છે. પોલીસે આ કેસમાં દેવાયત ખવડ અને તેના માણસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે 20 ફેબ્રુઆરીએ સનાથલ ગામમાં ડાયરામાં ગેરહાજર રહેતા દેવાયત ખવડની કાર પર હુમલો થયો હતો, ઓડિયો ક્લીપમાં ભગવતસિંહ ચૌહાણે દેવાયતને ધમકી આપી હતી, તેની ઓડિયો ક્લિપ હાલ વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો : દેવાયત ખવડ સહિત 15 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ, હવે શું થશે?

આ પણ વાંચો : ગુનાહિત ઇતિહાસ ધરાવે છે દેવાયત ખવડ, એક-બે નહીં, અનેક કલમો લાગી ચૂકી છે

દેવાયત ખવડે સનાથલના ધ્રુવરાજસિંહને ધોકાથી માર માર્યો ?

ડાયરાના જાણીતા કલાકાર દેવાયત ખવડ ફરી મોટા વિવાદમાં આવ્યાં છે. જુનાગઢ જિલ્લાના તાલાલાના ચિત્રાવડ ગામમાં કથિત રીતે દેવાયત ખવડની ફોર્ચ્યુનર અને કિયા કાર સામસામે અથડાઈ હતી. કાર ટક્કરમાં કિયા કારને નુકસાન થયું હતું જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. ઘાયલ થયેલી વ્યક્તિનું નામ અમદાવાદના સથાનલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણ છે. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારતા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. ત્યારબાદ કથિત રીતે દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણન માર માર્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Devayat Khavad Sanathal Meghrajsinh Gohil
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ