બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુનાહિત ઇતિહાસ ધરાવે છે દેવાયત ખવડ, એક-બે નહીં, અનેક કલમો લાગી ચૂકી છે
Last Updated: 03:31 PM, 13 August 2025
Devayat Khawad : દેવાયત ખવડ દ્વારા ગત રોજ ધ્રુવરાજસિંહ પર થયેલા હુમલામાં તેઓને ગંભીર ઈજાઓ થતા જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ બાબતે ધ્રુવરાજ સિંહે કહ્યું કે, દસથી પંદર લોકો હુમલો કરવામાં હતા. સોનાની ચેન અને રોકડ રકમની લૂંટ કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે, દેવાયત ખવડ જ મુખ્ય હતો તેમજ બંદૂક બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી. આ તરફ તાલાલા પોલીસે લોકગાયક દેવાયત ખવડ અને તેના સાથીદારો સામે ગંભીર ગુનો દાખલ કર્યો છે. નોંધનીય છે કે, દેવાયત ખવડ ઉપર અગાઉ પણ અનેક ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
ADVERTISEMENT
શું કહી રહ્યા છે ફરિયાદી ?
અમદાવાદના સનાથલના રહેવાસી ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ (ઉંમર-24) એ ફરિયાદ નોંધાવતા કહ્યું કે, દેવાયત ખવડે અગાઉ તેમના ગામમાં ડાયરાનું આયોજન કર્યું હતું. દેવાયત ખવડ ડાયરામાં હાજર ન હોવા છતાં તેણે આઠ લાખ રૂપિયા લઈ લીધા હતા. આ અંગે ધ્રુવરાજસિંહના મોટા બાપા ભગવતસિંહ કાનજીભા ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી જેની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
જૂના વેરનો બદલો લેવા હુમલો કરીને દેવાયત ખવડ ફરાર, તાલાલા ગીરના ચિત્રોડ ગામે બબાલ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 13, 2025
(( હુમલાની આટલી મોટી ઘટનાને કલાકો વીત્યા છતા પોલીસ દેવાયત ખવડને પકડી નથી શકી.. કાયમ વિવાદોમાં રહેતા લોકગાયક કલાકાર દેવાયત ખવડ સામે ગીર સોમનાથમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.. દેવાયત ખવડે તેના માણસો સાથે… pic.twitter.com/GVgImqrayL
આ રીતે કરવામાં આવ્યો હુમલો ?
ADVERTISEMENT
ફરિયાદીના આક્ષેપ મુજબ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને ધ્રુવરાજસિંહનો પીછો કરી ધ્રુવરાજસિંહની કારને મારી નાખવાના ઈરાદાથી તેમની કાર સાથે ફોર્ચ્યુનર અને ક્રેટા કાર ભટકાવી હતી. આ તરફ હુમલા દરમિયાન આરોપીઓએ ધ્રુવરાજસિંહ પાસેથી સોનાનો ચેઇન અને લોકેટ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ લોખંડના પાઈપ વડે માર મારીને તેમને ડાબા હાથ અને ડાબા પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ તેમને રિવોલ્વર તાકીને ધમકી પણ આપી હતી કે, જો પોલીસ કેસ કરવામાં આવશે તો તેઓ તેમને મારી નાખશે.
ADVERTISEMENT
12 થી 15 લોકો સામે ફરિયાદ દાખલ
પ્રાથમિક વિગતો મુજબ આ ગુનામાં દેવાયત ખવડ અને 12 થી 15 બુકાનીધારી અજાણ્યા માણસો આરોપી છે. આ કેસ તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે આ ગુનો BNS કલમ 109, 311, 117(1), 118(2) 189 (2), 191 (2), 191(3), 190, 61, 352, 351 (3) તેમજ આર્મસ એક્ટ અને જી.પી.એક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : દેવાયત ખવડ સહિત 15 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ, હવે શું થશે?
ADVERTISEMENT
દેવાયત ખવડનો ગુનાહિત ઇતિહાસ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.