બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / દેવાયત ખવડ સહિત 15 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ, હવે શું થશે?

કાર્યવાહી / દેવાયત ખવડ સહિત 15 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ, હવે શું થશે?

Last Updated: 09:31 AM, 13 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથમાં કલાકાર દેવાયત ખવડ સહિત 15 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ગીર સોમનાથમાં કલાકાર દેવાયત ખવડ સામે ફરિયાદ નોંધાઈ છે. દેવાયત ખવડ સહિત 15 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. હત્યાના પ્રયાસ સહિતના આરોપો લગાવવામાં આવ્યા છે. હત્યાનો પ્રયાસ લૂંટ, ગેરકાયદેસર મંડળી રચવા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ગીરમાં હુમલો કરાયો હતો. હુમલામાં ધ્રુવરાજસિંહ ઈજાગ્રસ્ત થયા હતા.

પોલીસે કઈ કલમો હેઠળ ગુનો નોંધ્યો

BNS કલમ ૧૦૯: ખૂનની કોશિશ.

BNS કલમ ૩૧૧: વાહન વડે ઇરાદાપૂર્વક ભટકાવીને મૃત્યુ નિપજાવવાનો પ્રયાસ કરવો અથવા લૂંટ કરવી.

BNS કલમ ૧૧૮: ભયંકર હથિયારનો ઉપયોગ કરીને ઇજા પહોંચાડવી.

BNS કલમ ૧૯૮: ગુનાહિત ઈરાદાથી નુકસાન પહોંચાડવું.

BNS કલમ ૧૯૧: ગેરકાયદેસર મંડળી રચવી.

BNS કલમ ૬૧: ગુનાહિત કાવતરું ઘડવું.

BNS કલમ ૩૫૨: ઈરાદાપૂર્વક ઉશ્કેરણી અથવા અપમાનિત કરવું.

BNS કલમ ૩૫૧: ધમકી આપવી.

દેવાયત ખવડ ફરી મોટો વિવાદમાં આવ્યો

લોકપ્રિય કલાકાર ઉઠીને ગુંડાગીરી પર ઉતરે આવે ત્યારે લોકોના હૃદય પર કેવો ઠુકરાઘાત થતો હશે! ગુજરાતના ડાયરાના જાણીતા કલાકાર દેવાયત ખવડ સાથે પણ આવું જ બન્યું છે. ડાયરા કિંગ તરીકે જાણીતો દેવાયત ખવડ ફરી મોટો વિવાદમાં આવ્યો છે. જુનાગઢ જિલ્લાના તાલાલાના ચિત્રાવડ ગામમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર અને કિયા કાર સામસામે અથડાઈ હતી. કાર ટક્કરમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ ઘટના સમયે હવામાં ગોળીબાર થયો હોવાનું પણ કહેવાય છે.

ફોર્ચ્યુનરે ટક્કર મારતાં કિયા રોડની બાજુમાં ઉતરી ગઈ

તાલાલાના ચિત્રાવડમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનરે ટક્કર મારતાં કિયા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. ત્યાર બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણન માર માર્યાના પણ સમાચાર છે.

પોલીસે શું જણાવ્યું

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો કાલે ચિત્રાવડ ગામે ક્રિષ્ના હોટેલમાં રોકાયા હતા. ધ્રુવરાજસિંહ ચૌહાણ ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું. તેને લઈને દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરીન બલાલ કરી હોઈ શકે છે.

20મી ફેબ્રુઆરીએ શું બન્યું?

ઉલ્લેખનીય છે કે સનાથલ ગામ ખાતે ગત 20 ફેબ્રુઆરીના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેમની કાર પર હુમલો થયો હતો. આ મામલે એક પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

દેવાયત ખવડની ધરપકડ માટે દોડધામ

પોલીસે આ કેસમાં દેવાયત ખવડ અને તેના માણસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ખવડે મોટા વિવાદ સર્જ્યા હતા. રાજકોટમાં ખવડ અને તેના મિત્રોએ એક શખ્સને ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ લોકોની નજરમાંથી દેવાયત ખવડ ઉતરી ગયો હતો અને તેના ડાયરામાં પણ પાંખી હાજરી જોવા મળતી હતી.

આ પણ વાંચોઃ આ તારીખો દરમ્યાન PM મોદી આવશે માદરે વતન, લેશે વડનગર-બેચરાજીની મુલાકાત

22 ફેબ્રુઆરીએ શું બન્યું

અમદાવાદના ચાંગોદર પાસે દેવાયત ખવડની ગાડી પર હુમલો થવાની ઘટના બની હતી. જોકે હુમલા સમયે દેવાયત ખવડ ગાડીમાં હાજર ન હતા. આ મુદ્દે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ડાયરાના કાર્યક્રમમાં રૂપિયા લઈને ન જવાના મુદ્દે દેવાયત ખવડે વીડિયો બનાવીને સ્પષ્ટતા કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Devayat Khavad , Artist Devayat Khavad, Devayat Khavad Police Complaint Devayat Khavad Police Complaint Gir Somnath News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ