ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / rajkot Love Jihad Jamil threatens girl suicide

કાર્યવાહી / રાજકોટમાં લવજેહાદ મામલે પોલીસે આરોપી જમિલ અને તેની માતાની કરી ધરપકડ

Published By: Vishal

Last Updated: 04:42 PM, 4 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ફરી એકવાર લવજેહાદનો કિસ્સો સામે આવ્યો હતો. રાજકોટમાં ધર્મ છુપાવીને મુસ્લિમ યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. જોકે યુવતી હકીકકત જાણી જતાં યુવક સાથે સંબંધ તોડી નાખ્યો હતો. બાદમાં યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરી લીધી હતી.

ADVERTISEMENT

જોકે પૂર્વ પ્રેમીએ ઉશ્કેરાઈને યુવતીને તેના મંગેતરને મારી નાખવાની ધમકી આપી હતી. તો યુવકની ધમકીના કારણે પ્રેમિકાએ આપઘાત કરી લીધો હતો. આપઘાત પૂર્વે યુવતીએ સુસાઈડ નોટ લખી હતી.

આ મામલે આરોપી જમિલ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. જમિલ સોલંકી અને તેની માતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે કુલ 4 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જમિલ, જમિલની માતા, મિત્ર અને વકીલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે જમિલની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો છે.

આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ જમિલની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. DCP મનોહરસિંહ જાડેજાએ કહ્યું કે, બે દિવસ પહેલા આત્મહત્યાનો બનાવ બન્યો છે. પોલીસને ઘટના સ્થળેથી સ્યુસાઇડ નોટ મળી હતી. અઢી મહિના પહેલા મૃતક જમીલ સાથે નાસી ગયા હતા. જે તે સમયે પોલીસે ગુમ થયાનો કેસ નોંધ્યો હતો.

DCPએ કહ્યું હતું કે, આરોપી જમીલ અને તેની માતાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મૃતક યુવતીની સગાઇ થઇ ગયા બાદ પણ હેરાન કરતો હતો. મૃતક યુવતી અને આરોપીએ મૈત્રી કરાર પણ કર્યા હતા.

મહત્વનું છે કે, રાજ્યમાં વધી રહેલા લવ જેહાદના કિસ્સાને લઇને કેટલીક સંસ્થાઓ દ્વારા લવ જેહાદ વિરૂદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. તો કેટલીક જગ્યાએ વિરોધ પણ કરવામાં આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Jamil love jihad rajkot રાજકોટ લવ જેહાદ Action

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ