બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / rajkot edible oil price hike

ભાવમાં ભડકો / ફરી ખોરવાયું ગૃહિણીઓનું બજેટ , સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો

Khyati

Last Updated: 11:27 AM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે ખાદ્યતેલની સ્ટોક લિમિટ નક્કી કરતા તેલના ભાવમાં ઘટાડો થાય તેવી આશા હતી પરંતુ ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વઘારો નોંધાયો છે

  • ખાદ્યતેલના ભાવમાં વધારો
  • સિંગતેલના ભાવમાં ડબ્બે રુ.50નો વધારો
  • ગૃહિણીઓનું ખોરવાયુ બજેટ 

એક તરફ કેન્દ્ર સરકારે ખાદ્યતેલને લઇને સ્ટોક લિમિટ નક્કી કરતા તેલમાં ભાવ વધારો અંકુશમાં આવે તેવી આશા હતી. પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યુ છે. ફરી એકવાર સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે.  અનાજ,કઠોળ, તેલ, દાળ,દૂધ અને પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે. આવામાં ઘર ચલાવવામાં ગૃહિણીને ફાંફા મારવાનો વારો આવ્યો છે. પરંતુ દિવસ જાય તેમ ભાવ ઘટવાને બદલે વધતા જઇ રહ્યા છે. પરિણામે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

સિંગતેલના ભાવ આસમાને 

મોટાભાગે ગૃહિણીઓ સિંગતેલનો વપરાશ કરતી હોય છે ત્યારે સિંગતેલમાં 60 રુપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2હજાર 360 રુપિયે પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં પણ 50 રુપિયાનો વધારો નોંધાતા તેલના ડબ્બાનો ભાવ 2 હજાર 150 રુપિયા થયો છે. આ ઉપરાંત પામોલિન અને મકાઇના તેલના ભાવમાં પણ એક ડબ્બે 50 રુપિયાનો વધારો થયો છે.

શા માટે ખાદ્યતેલના ભાવ વધ્યા

આ અંગે વેપારી જણાવે છે કે પામોલિન તેલનો નવો ડબ્બો 2200 રુપિયામાં મળી રહ્યો છે. કપાસિયા તેલનો નવો ડબ્બો 2300 રુપિયામાં મળી રહ્યો છે.  સોયાબીન પણ 2250 થી 2300 રુપિયાનો ડબ્બો મળી રહ્યો છે.  આ બધા તેલમાં ભાવ વધારો થવાને કારણે સિંગતેલના ભાવમાં પણ વધારો થયો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ