Meteorological department forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.
આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ રહશે
પવનની ગતિ પણ આવતીકાલથી વધશે
સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30થી 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન
માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. બિપોરજોય વાવાઝોડું ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું પોરબંદરથી 600 કિમી દૂર છે. વાવાઝોડું નજીક આવતા દરિયામાં સિગ્નલ બદલાશે. હાલ તમામ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદ પડવાની આગાહી છે.
આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આજે અમરેલી, ગીર સોમનાથ, સુરત, વલસાડ, નવસારી અને અમદાવાદમાં વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. આવતીકાલથી પવનની ગતિમાં પણ વધારો થશે.
મનોરમા મોહંતી (ડિરેક્ટર, અમદાવાદ હવામાન વિભાગ)
અમદાવાદમાં પણ પડી શકે છે વરસાદ
આ વાવાઝોડાની સંભવિત અસર તરીકે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં થંડરસ્ટ્રોમાં એક્ટિવિટીની અસર પણ રહેશે, જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન!
તેમણે જણાવ્યું કે, આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો 13, 14 અને 15 જૂને ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને દરિયામાં અંદર જવાની મનાઈ છે.
માછીમારોને અપાઈ છે સૂચના
દરિયામાં પણ આવતીકાલે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો 12 તારીખે 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકાય છે. વાવઝાડું હજુ પોરબંદરથી 600 કિમી દૂર છે. જેમ-જેમ વાવાઝોડું નજીક આવશે તેમ-તેમ તમામ બંદર પર સિગ્નલ બદલાવવામાં આવશે. વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, પોરબંદર, જામનગર સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી શકે છે તેવું અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે.