ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / Rain in Gujarat Heavy Monsoon rains bhavnagar junagadh
ADVERTISEMENT
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક પંથકમાં વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લામાં સાર્વત્રિત વરસાદ થયો છે. અમરેલી, જામનગર, જૂનાગઢ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
ADVERTISEMENT
ભાવનગરમાં સાર્વત્રિક વરસાદ
ભાવનગર શહેરમાં પણ ધોધમાર વરસાદ થયો છે. પાલીતાણા, વલ્લભીપુર, ઉમરાળામાં વરસાદ થયો છે. તો બીજી તરફ મહુવા, તળાજા સહિત વિસ્તારોમાં વરસાદ થયો છે. તેમજ ગારીયાધર, જેસરમાં પણ ધોધમાર વરસાદ થયો છે. અને તાતણીયા ગામે નદીમાં પુર આવ્યું છે.
ADVERTISEMENT

ખાંભામાં ધોધમાર વરસાદ
ADVERTISEMENT
અમરેલીમાં સતત ત્રીજા દિવસે વરસાદ શરૂ થયો છે. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે મુખ્ય બજારમાં પાણી ભરાયા છે. માંડરડી, આગરીયા, ભેરાઈ, પીપાવાવમાં ધોધમાર વરસાદ થયો છે. ખાંભાની રાયડી નદીમાં પુર આવ્યું છે. ડેડાણ, ત્રાકુડા, સરાકડીયા, નાનુડીમાં ધોધમાર વરસાદ થયો છે. ખાંભા પંથકમાં મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ. તો રાયડુ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. જો કે નદીમાં પાણીની આવક થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
.jpg)
ADVERTISEMENT
માંગરોળની નોળી નદીમાં પુર આવ્યું
જુનાગઢ, માળીયા, કેશોદમાં ધીમીધારે વરસાદ થયો છે. આ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તો વરસાદના પગલે ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે. તેમજ પાક સારો થવાની ખેડૂતોમાં આશા જોગી છે. માંગરોળની નોળી નદીમાં નવા નીર આવ્યાં છે. 4 ઇંચ વરસાદથી નોળી નદીમાં પુર આવ્યું છે. નોળી નદી માંગરોળની જીવાદોરી સમાન છે.
ADVERTISEMENT

જામજોધપુરમાં 3 કલાકમાં અઢી ઈંચ વરસાદ
ADVERTISEMENT
જામનગરના જામજોધપુરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું. 3 કલાકમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ એકથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો.
સંકળાયેલા મુદ્દાઓ