બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Rain has become a disaster for farmers in Talala taluka of Girsomanath

ચોમાસું / ગીર સોમનાથમાં મેધપ્રકોપ બાદ નાળિયેરી અને આંબાનો પાક જમીનદોસ્ત, ભોજદે ગીર સહીત ગામોમાં ખેતી બરબાદ

Dinesh

Last Updated: 10:09 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીરના ખેડૂતોએ જણાવ્યું કે, આવો કહેર ક્યારેય જોયો નથી અને હવે આ વરસાદી કહેરના પગલે ખેતરોમાં પથ્થર કાઢી સમતળ કરવામાં સમય અને ખર્ચ વધુ થશે

  • ગીરસોમનાથમાં મેઘતાંડવ 
  • પાણીના પ્રવાહની ભારે અસર 
  • તાલાળા તાલુકામાં ખેડૂતો માટે વરસાદ બન્યો આફત 

ગીર સોમનાથ જિલ્લામાં મેઘતાંડવના કારણે અનેક ઘણુ નુકસાન થયું છે. જિલ્લાના પાટનગર વેરાવળ, અને તાલાળા તેમજ સુત્રાપાડા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અહીં પાણીના પ્રવાહની ભારે અસર થઈ છે અને તાલાળા તાલુકામાં ખેડૂતો માટે આકાશી આફતના કારણે ખેતી પાકનો સોત વળી ગયો છે.

ખેતરોમાં પથ્થર દેખાવા લાગ્ય 
ભારે વરસાદના પગલે ભોજદે ગીર સહિત ગામોમાં પાક બરબાદ થયો છે ત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે. જ્યાં ખેતરમાં જમીનનું ધોવાણ થયું છે અને ખેતરોમાં પથ્થર દેખાવા લાગ્ય છે. નાળિયેરી અને આંબા જમીનદોસ્ત થયા છે તો ખેતરોમાં વીજ ટ્રાન્સફોર્મર અને વીજ થાંભલા પડયા હોવાથી લાઈટ ગૂલ થઈ છે તેમજ વીજ થાંભલા ખેતી પાક પર પડતા પણ નુકસાન થયું છે. 

ખેડૂતોની વેદના
ગીરના ખેડૂતોએ જણાવ્યું કે, આવો કહેર ક્યારેય જોયો નથી અને હવે આ વરસાદી કહેરના પગલે ખેતરોમાં પથ્થર કાઢી સમતળ કરવામાં સમય અને ખર્ચ વધુ થશે.ખેડૂતોએ જણાવ્યું કે, આ મેઘ પ્રકોપના કારણે ખેડૂતો બેથી ત્રણ વર્ષ પાછળ ધકેલાઈ ગયો છે કારણ કે, હવે જમીન સુધારણામાં તેનો ઘણો સમય જતો રહશે તેમજ ખર્ચ પણ વધી જશે.

ખેતરો બેટની જેમ છલકાયેલા જોવા મળ્યા
આ તરફ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય પંથકો આજે પણ ખેતરો બેટની જેમ છલકાયેલા જોવા મળ્યા છે. ભારે વરસાદના પગલે હજૂ પણ ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી અને ખેતરો પાણીથી છલોછલ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક ખેતરોમાં વીજપોલ ધરાશાયી થતાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પૂરવઠો પણ ખોરવાઈ ગયો છે.  આ તરફ આજે સતત ત્રીજા દિવસે કોડીનાર અને ઉના તાલુકામાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. માલશ્રમ અને કાજ ગામના રસ્તા પર પણ ઘૂટણસભા પાણી ભરાયાં હતાં.
 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ