બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Rain alert in 10 states, CM Bhupendra Patel hails Narmada Neer, passes public university bill in state

2 મિનિટ 12 ખબર / 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, CM ભૂપેન્દ્ર પટેલ નર્મદાના નીરને વધાવશે, રાજ્યમાં પબ્લિક યુનિવર્સિટી બિલ પસાર

Dinesh

Last Updated: 07:30 AM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, કે, રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદ વરસશે, ગાજવીજ સાથે અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદ વરસશે. અમદાવાદ, વલસાડ, દાહોદમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેશે. ગાજવીજ સાથે અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે.  દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. આ સિવાય પંચમહાલ, વડોદરા અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરાઈ છે. ઉતર ગુજરાતના પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે.  

વરસાદ અંગે સ્કાયમેટના અનુમાન મુજબ, આગામી બે દિવસ મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન અંગે સેટેલાઇટ ડેટા દર્શાવતી વેબસાઇટ વિન્ડીમાં ગુજરાત પર વરસાદી સિસ્ટમ જોઇ શકાય છે. જે મુજબ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આજે ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચમાં, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી છે. 

વિભાગ (IMD)એ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. તે જ સમયે, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. ઈન્દોરમાં વરસાદને કારણે આજે તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે. તે જ સમયે, મહારાષ્ટ્રના પાલઘર અને ધુલે વિસ્તારમાં ભારે વરસાદની આશંકા છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત 10 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે

ગુજરાતમાં ફરી છૂટાછવાયા વરસાદની આગાહી: જૂનાગઢ, ગીર સોમનાથ સહિત જુઓ કયા-કયા  વિસ્તારોમાં મેઘરાજા ત્રાટકશે | Gujarat will have normal rainfall with no  active rainfall ...

gujarat rain update : રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા. ત્યારે ફરી એકવાર કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. પંચમહાલ, અરવલ્લી, વલસાડમાં, છોટાઉદેપુર સહિતના જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સારા વરસાદના કારણે ખેડૂતોમાં સારા પાકની અપેક્ષા જાગી હતો. છોટાઉદેપરુ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાવાના કારણે પાકને જીવતદાન મળ્યું છે. 

Gujarat Public Universities Bill - 2023: 15મી વિધાનસભાના ત્રીજા સત્ર એટલે કે, ચોમાસુ સત્રના અંતિમ દિવસે રાજ્ય સરકારે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક બિલ ગૃહમાં પસાર કર્યું છે. અત્રે જણાવી દઈએ કે, ચાર વખત નામંજૂર થયેલું બિલ આ વખતે વિધાનસભામાં પસાર થઈ ગયું છે. આ બિલથી રાજ્યની 11 સરકારી યુનિવર્સિટી સરકારના તાંબા હેઠળ આવી ગઈ છે. જો કે, આ બિલને લઈ વિધાનસભા ગૃહમાં 12 જેટલા ધારાસભ્યો પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ બિલ અંગે ગૃહમાં પાંચ કલાક જેટલી ચર્ચા કરાઈ છે. તેમજ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો.  વધુમાં ગુજરાત યુનિવર્સિટી, MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોએ પણ પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

The Gujarat Public University Bill has been passed in the House

ઉપરવાસમાં વરસેલા વરસાદના પગલે નર્મદા તેમજ કડાણા ડેમ ડેમમાં સતત પાણીનું જળસ્તર વધી રહ્યું છે. નર્મદા ડેમમાં મધ્યપ્રદેશમાં વરસાદ વધુ પડવાના કારણે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. 13 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલું સિઝનમાં નર્મદા ડેમના પહેલી વાર દરવાજા ખોલવામાં આવ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમ ખાતે નર્મદા નીરના વધામણાં કરશે. અત્રે જણાવીએ કે, 17 સપ્ટેમ્બર 2017ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમનું લોકર્પણ કર્યું હતું. આવતીકાલે ડેમના લોકાર્પણના 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.  2017માં લોકર્પણ કર્યા બાદ નર્મદા ડેમના 6 વાર દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું

Chief Minister Bhupendra Patel will visit the Sardar Sarovar Dam and salute the Narmada Neer

દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે પોતાના અધ્યક્ષ બદલી ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપી દીધી છે, ત્યારે બીજી તરફ ભાજપે પણ અત્યારથી જ રણનીતિઓ ઘડવાનું શરૂ કરી દીધું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા કોંગ્રેસને અલવિદા કહીને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે.

Gujarat Congress state general minister Haresh Vasava resigns

ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારો થયો હતો. જે મામલે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. અત્રે જણાવી દઈએ કે, ઠાસરામાં બુલડોઝર ફરી શકે છે તેવા સંકેત સામે આવ્યા છે. પ્રાંત અધિકારીએ નગર પાલિકાને હંગામી દબાણ દૂર કરવાના આદેશ આપ્યા છે.શિવજીની યાત્રા પર થયેલા પથ્થરમારાની ઘટનાને પગલે ઠાસરામાં અજંપા ભરી પરિસ્થિતિ છે. ત્યારે ઠાસરા પ્રાંત અધિકારીએ નગર પાલિકાને હંગામી દબાણની માપણી કરાવવા આદેશ આપ્યો છે. જેને લઈ નગર પાલિકા દ્વારા માપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. આપને જણીવીએ કે, થોડાક સમય બાદ બુલડોઝર ફેરવી દબાણ દૂર કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. 

Kheda Thasara provincial official has ordered the town municipality to conduct temporary pressure measurement

One Nation One Election કમિટીના અધ્યક્ષ અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે વન નેશન વન ઇલેક્શન ( One Nation One Election ) કમિટીની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે. આ તરફ હવે આ One Nation One Election કમિટીમાં અમિત શાહ અને અધીર રંજનનો સમાવેશ કરવામાં આવ્યો છે. One Nation One Election ને લઈ કેન્દ્ર સરકારે બનાવેલી સમિતિમાં અધ્યક્ષ ઉપરાંત 7 અન્ય લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ કશ્યપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારીનો સમાવેશ થાય છે.

Biggest update on 'One Country, One Election': Know when the first meeting will take place

ગુરુવારે જમ્મુ કાશ્મીરના અનંતનાગના કોકરનાગમાં માનવતાના દુશ્મન એવા આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના 3 જાંબાઝ શહીદ થયા હતા. 3 અફસરોની શહાદત બાદ ભારતીય સેનાએ ત્વરિત કાર્યવાહી કરીને આતંકીઓ સામે મોટું ઓપરેશન શરું કર્યું હતું. ઈન્ડીયન આર્મીએ ચોથા દિવસના એન્કાઉન્ટરમાં આતંકીઓ સાથે મોટો ખેલ પાર પાડ્યો છે અને અનંતનાગના કોકરનાગાની ખીણમાં છુપાયેલા 5 આતંકીઓમાંથી 3ને ઠાર માર્યાં ગયા હતા જ્યારે બાકીના 2ને પણ ઠેકાણે પાડવા કમર કસી હતી. કોકેરનાગમાં સુરક્ષાદળો ડ્રોનથી એટેક કરી રહ્યાં છે. આ એન્કાઉન્ટર ઉરી વિસ્તારમાં થયું છે. બે આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે. પરંતુ જે વિસ્તારમાં ત્રીજો આતંકી ઠાર મરાયો છે તે વિસ્તાર પાકિસ્તાની ચોકીની ખૂબ જ નજીક છે, તેથી દુશ્મનની ચોકી પરથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.

Anantnag: 3 terrorists killed, 2 more hiding in hilly region of Kokernag as security ops enter fourth day

Kerala Nipah Virus News : કોરોના વાયરસ બાદ હવે કેરળમાં નિપાહ વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે. વાત જાણે એમ છે કે, કેરળ સરકારના જણાવ્યા અનુસાર નિપાહ વાયરસમાં બાંગ્લાદેશી વેરિઅન્ટની હાજરી ચિંતાનું એક મોટું કારણ છે. સાવચેતીના પગલા તરીકે 14 અને 15 સપ્ટેમ્બરે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી હતી લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ICMRએ ચેતવણી આપી છે કે, નિપાહ કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરનાક છે. ICMRએ કહ્યું કે, તેઓ ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટિબોડીઝના 20 વધુ ડોઝ મંગાવવા જઈ રહ્યા છે.નિપાહને NiV તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર 1998માં મલેશિયાના સુંગાઈ નિપાહ ગામમાં NiVની શોધ થઈ હતી અને તેને નિપાહ નામ મળ્યું હતું.

Now Nipah virus game is over! ICMR took a big decision

Asia Cup 2023 : ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઇનલ મેચ આજે 17 સપ્ટેમ્બરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ (RPS) ખાતે રમાશે. જો કે કોલંબોનું હવામાન આજે ચાહકોની આશા પર પાણી ફેરવી શકે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઇનલ મેચના દિવસે કોલંબોમાં વરસાદની 80 ટકા સંભાવના છે. હવે પ્રશંસકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે જો ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઈનલ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે તો ટ્રોફી કઈ ટીમને આપવામાં આવશે ?. કોલંબોમાં રવિવારે હવામાન વધુ સારું દેખાતું નથી. રવિવારે કોલંબોમાં વરસાદની ઓછામાં ઓછી 80 ટકા સંભાવના છે. બપોરે 1 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઇનલ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે બપોરે 3 વાગ્યાથી રમાશે.

Asia Cup 2023 IND vs SL: If it rains in the final this team will take the trophy without playing

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ