ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ કર્મચારીઓને મળશે 41000 બોનસ, દિવાળી પહેલાં આપી મોટી અપડેટ

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / આ કર્મચારીઓને મળશે 41000 બોનસ, દિવાળી પહેલાં આપી મોટી અપડેટ

Last Updated: 05:18 PM, 9 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સોશિયલ મીડિયા પર સરકારી કર્મચારીઓને નાણાકીય વર્ષ 2025-26 માટે 78 દિવસનું ₹41,149 નું પ્રોડક્ટિવિટી લીન્ક્ડ બોનસ (PLB) આપવાની ચર્ચા સાથે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે.

1/5

photoStories-logo

1. આ કર્મચારીઓને મળશે 41000 બોનસ, દિવાળી પહેલાં આપી મોટી અપડેટ

કેન્દ્ર સરકાર રેલવે કર્મચારીઓને નાણાકીય વર્ષ 2025-26 માટે ₹41,000 થી વધુનું વાર્ષિક બોનસ આપવા જઈ રહી છે તેવી અફવા સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહી છે. આ દાવા સાથે રેલવે બોર્ડના નામે એક કથિત પત્ર પણ શેર કરવામાં આવી રહ્યો છે. જોકે, આ બાબતે રેલવે બોર્ડે તાત્કાલિક દખલગીરી કરીને સત્તાવાર સ્પષ્ટતા જારી કરી છે અને આ સમાચારને તથ્યહીન અને ભ્રામક ગણાવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બોર્ડે તમામ જનરલ મેનેજરોને એલર્ટ કર્યા: ફેક લેટરનો ખુલાસો

6 October ની તારીખ ધરાવતા વાયરલ પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકારે 78 દિવસના વેતન જેટલું પ્રોડક્ટિવિટી લીન્ક્ડ બોનસ (PLB) જારી કરવાનો આદેશ આપી દીધો છે અને તમામ કર્મચારીઓને ₹41,149 નું બોનસ મળશે. આ દાવાને નકારતાં રેલવે બોર્ડે 7 October ના રોજ તમામ ઝોનના જનરલ મેનેજરોને પત્ર લખીને એલર્ટ કર્યા છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે વાયરલ થઈ રહેલો પત્ર બોગસ અને સહીઓ નકલી છે. બોર્ડ દ્વારા આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી કે કોઈ સત્તાવાર દસ્તાવેજ જારી કરવામાં આવ્યો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સાચો બોનસ નિર્ણય કેવી રીતે ચકાસવો?

રેલવે બોર્ડે કર્મચારીઓ અને મુસાફરોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતી આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવો. જો બોનસ કે અન્ય કોઈ જાહેરાત અંગે માહિતી મળે, તો તેની ચકાસણી રેલવેની સત્તાવાર વેબસાઇટ પરથી અથવા રેલ મંત્રાલયના અધિકૃત પ્રવક્તા પાસેથી જ કરી લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. હાલમાં કેટલું બોનસ મળે છે?

વર્ષ 2014-15 થી નક્કી કરાયેલા નિયમો મુજબ, રેલવેના નોન-ગેઝેટેડ (Non-Gazetted) કર્મચારીઓને ₹7000 ની મર્યાદા (Wage Ceiling) ના આધારે 78 દિવસનું પ્રોડક્ટિવિટી લીન્ક્ડ બોનસ આપવામાં આવે છે, જે મહત્તમ ₹17,951 થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. વેજ સીલિંગ વધારવાની કર્મચારી મંડળોની માંગ

બીજી તરફ, ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન (IRTSA) એ કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી છે કે વર્ષો જૂની ₹7000 ની વેજ સીલિંગને વધારીને ₹18000 કરવામાં આવે. સંગઠનનું કહેવું છે કે અસંગઠિત ક્ષેત્રના ન્યૂનતમ વેતન અને મોંઘવારી ભથ્થાને ધ્યાનમાં રાખીને જો મૂળ ગણતરી ₹18000 ના આધારે કરવામાં આવે, તો બોનસની રકમ વધીને ₹46,184 થવી જોઈએ. જોકે, આ માંગણીઓ પર સરકાર તરફથી હજુ કોઈ આખરી નિર્ણય લેવાયો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

FakeNewsAlert RailwayEmployees RailwayBonus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ