બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Rahane encourages jadeja to bat stably after being run out

ક્રિકેટ / રન આઉટ થયા બાદ રહાણેએ ક્રીઝ ઉપર જાડેજાને જે કહ્યું એ થઇ રહ્યું છે વાયરલ

Published By: Shalin

Last Updated: 06:12 PM, 28 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના કાર્યકારી કેપ્ટન અજિંક્ય રહાણેએ ત્રીજો દિવસ પૂરો થયા બાદ રવિન્દ્ર જાડેજા રન આઉટ થતાં તેણે શું કહ્યું હતું તેનો ખુલાસો કર્યો હતો.

જ્યારે રવિન્દ્ર જાડેજા 49 રનના સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેણે નાથન લાયનનો બોલ ફટકાર્યો અને 1 રન લેવા ઝડપથી દોડી ગયો. અજિંક્ય રહાણે પણ બીજા છેડા તરફ દોડી ગયો હતો. 

રન આઉટ થયા બાદ રહાણેએ જાડેજાને પ્રોત્સાહન આપ્યું

પરંતુ તે સમયસર ક્રિઝ પર પહોંચી શક્યો ન હતો અને 112 રન બનાવીને આઉટ થયો હતો. રન આઉટ થયા બાદ રહાણે નિરાશ થયો હતો, પરંતુ તેણે જાડેજાને પ્રોત્સાહન આપ્યું હતું. મેચ બાદ અજિંક્ય રહાણેએ કહ્યું, "શરૂઆતમાં મને લાગ્યું કે હું ક્રિઝની અંદર આવી ગયો છું. મેં રવિન્દ્ર જાડેજાને કહ્યું હતું કે મારા રન આઉટની ચિંતા ન કર અને સારી બેટિંગ ચાલુ રાખ."

પોતાની સદી અંગે રહાણેએ કહ્યું કે,"આ સદી મારા માટે ચોક્કસપણે ખાસ છે. સદી ફટકારવી હંમેશા સ્પેશ્યલ હોય છે. મને હજી પણ લાગે છે કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સની સદી મારી શ્રેષ્ઠ સદી છે."

ભારતની ઓસ્ટ્રેલિયા સામે મજબૂત પકડ

અગાઉ ટીમ ઇન્ડિયાએ આજે પાંચ વિકેટે ૨૭૭ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. રહાણે અને જાડેજાએ ૧૨૧ રનની શાનદાર ભાગીદારી નોંધાવી ટીમ ઇન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ગઈ કાલે ૧૭૩ રનના સ્કોર પર ઋષભ પંત આઉટ થયા બાદ રવીન્દ્ર જાડેજા ક્રીઝ પર આવ્યો હતો.

ભારતીય ટીમે છેલ્લી પાંચ વિકેટ માત્ર ૩૨ રનના ઉમેરા સાથે ગુમાવી દીધી

રહાણેના આઉટ થયા બાદ ભારતીય ટીમે છેલ્લી પાંચ વિકેટ માત્ર ૩૨ રનના ઉમેરા સાથે ગુમાવી દીધી હતી. રહાણેએ ૨૨૩ બોલનો સામનો કરીને ૧૨ ચોગ્ગા સાથે ૧૧૨ રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ પણ ટેસ્ટ કરિયરની ૧૫મી અર્ધસદી ફટકારી હતી. જાડેજા સ્ટાર્કની બોલિંગમાં કમિન્ટના હાથમાં ઝિલાઈ ગયો હતો.

તેણે ૧૫૯ બોલનો સામનો કરીને ત્રણ ચોગ્ગા સાથે ૫૭ રન બનાવ્યા હતા. ત્યાર બાદ અન્ય કોઈ ભારતીય ખેલાડી મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો અને આખી ટીમ ૩૨૬ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.  ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને લિયોને ત્રણ-ત્રણ વિકેટ, કમિન્સે બે અને હેઝલવૂડે એક વિકેટ ઝડપી હતી.

કાંગારું ટીમની શરૂઆત ફરી એક વાર ખરાબ રહી હતી

૧૩૧ રનના દેવા સાથે ઊતરેલી કાંગારું ટીમની શરૂઆત ફરી એક વાર ખરાબ રહી હતી અને માત્ર ચાર રનના સ્કોર પર ઓપનર જોએ બર્ન્સ ઉમેશ યાદવની બોલિંગમાં ચાર બનાવીને પંતના હાથમાં ઝિલાઈ ગયો હતો. ત્યાર બાદ મેથ્યૂ વેડ સાથે લાબુશાને જોડાયો હતો.

હાલ ઓસ્ટ્રેલિયા પાસે ફક્ત 2 રનની લીડ

આ બંનેએ મળીને ઓસી.નો સ્કોર ૪૨ રન સુધી પહોંચાડ્યો હતો ત્યારે જ અશ્વિન ત્રાટક્યો હતો અને તેણે લાબુશાનેને ૨૮ રને રહાણેના હાથમાં ઝિલાવી દીધો હતો. ત્યાર બાદ એક પછી એક વિકેટો પડી જતા દિવસના અંતે ઓસ્ટ્રેલિયન ટીમે 133 રન 6 બીકેતના નુકશાને નોંધાવ્યા હતા. ભારત માટે જાડેજાએ બે વિકેટ, જસપ્રીત બુમરાહે, ઉમેશ યાદવે, મહોમ્મદ સિરાજે અને આર અશ્વિને એક-એક વિકેટ લીધી હતી. આમ હાલ ઓસ્ટ્રેલિયા પાસે ફક્ત 2 રનની લીડ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ajinkya Rahane Cricket IND Vs AUS Ravindra Jadeja IND vs AUS

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ