બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / puneeth rajkumar death last rites funeral kannada actor with state honor in kanteerava stadium

અંતિમ સંસ્કાર / પુનીત રાજકુમારના આજે થશે અંતિમ સંસ્કાર, રાજકીય સન્માન સાથે થશે એક્ટરની વિદાઈ

Published By: Noor

Last Updated: 09:31 AM, 31 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર પુનીત રાજકુમારના આકસ્મિક નિધનથી ટોલિવૂડ સહિત બોલિવૂડને આંચકો લાગ્યો છે. આજે રવિવારે બેંગલુરુના કાંતિરવા સ્ટુડિયોમાં રાજકીય સન્માન સાથે તેમની વિદાઈ થશે.

  • કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું થઈ ગયું નિધન
  • બેંગલુરુના કાંતિરવ સ્ટુડિયોમાં રાજકીય સન્માન સાથે તેમની વિદાઈ થશે
  • હાર્ટ એટેક આવવાથી થયું નિધન

સવારથી કાંતિરવા સ્ટુડિયોની આસપાસની બિલ્ડિંગના ધાબાઓ પર ફેન્સ તેમના ફેવરિટ સ્ટારના અંતિમ દર્શન માટે ભેગા થઈ રહ્યાં છે. પુનીત રાજકુમારને શુક્રવારે બપોરે હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને વિક્રમ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ખૂબ જ ગંભીર હતી. ડોક્ટરોના પ્રયાસ બાદ પણ તેઓ એક્ટરને બચાવી શક્યા નહીં. તેમની મોતના સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર શોકની લહેર દોડી ગઈ. 46 વર્ષની ઉંમરે પુનીત અચાનક નિધનથી બધાંને આઘાત લાગ્યો છે. 

કર્ણાટકના સીએમએ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી

પુનીતના નિધન બાદ તેમના પાર્થિવ દેહને કાંતિરવા સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો હતો. અહીં કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ પણ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. સાંજ સુધીમાં તેમના ચાહકો સ્ટેડિયમમાં એકઠા થઈ ગયા હતા. તેમને છેલ્લી વિદાય આપતા પહેલાં દરેક ચાહક તેમને એકવાર જોવા માટે આતુર દેખાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પુનીત રાજકુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

બે રાત માટે દારૂની દુકાનો બંધ

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ શુક્રવારે કહ્યું કે પુનીત રાજકુમારના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. આ દરમિયાન, બેંગલુરુ પોલિસે સાવચેતીના પગલાં તરીકે શહેરની તમામ દારૂની દુકાનોને બે રાત માટે બંધ રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

પુનીત રાજકુમાર નેશનલ એવોર્ડથી સન્માનિત

પુનીત રાજકુમારે કન્નડ ફિલ્મોમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. તેમણે તેમના અભિનયની શરૂઆત બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી. 1985માં 'બેટ્ટાડા હોવૂ'માં તેમના શ્રેષ્ઠ અભિનય માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પુનીત છેલ્લે 'સુવારત્થાન'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Death Funeral puneeth rajkumar funeral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ