ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
પીએસએલ ક્રિકેટ લીગને રોકી દેવાઈ
કોરોનાનાં કેસ વિશ્વભરમાં હાલ પણ વધી રહ્યાં છે ત્યારે તેની અસર હવે ક્રિકેટ પર પણ જોવા મળી છે. પાકિસ્તાનમાં ચાલી રહેલ પીએસએલ ક્રિકેટ લીગને કોરોનાનાં વધતા કેસને લીધે અટકાવી દેવામાં આવી છે. કોરોનાનાં વધતા કેસને ધ્યાનમાં રાખીને આ ઇવેન્ટને સ્થગિત કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી
ગુરુવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે, કોરોનાનાં કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે જેથી આવી પરિસ્થિતિમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ ખૂબ ખતરનાક નીવડી શકે છે. માટે ખેલાડીઓની સુરક્ષા માટે પીએસએલને અધવચ્ચે રોકી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથે સાથે તેમને તેમનાં ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કોવિડ-19 ગાઇડલાઈન્સનું પાલન કરી રહ્યું છે. જોકે તેમ છતાં 7 ખેલાડીઓને કોરોનાનો ચેપ લાગી ગયો હતો. માટે બીજા ખેલાડીઓની સુરક્ષા માટે હવે આ ટૂર્નામેન્ટ અધવચ્ચે સ્થગિત કરી દેવામાં આવી છે. ખેલાડીઓની સુરક્ષા પેસેજ પણ બનાવવામાં આવી રહ્યો છે અને કોરોના સંક્રમિત લોકો માટે આઈસોલેશન વોર્ડ પણ બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ખેલાડીઓને આઇસોલેશન વોર્ડમાં રખાયા
એક રિપોર્ટ અનુસાર પીએસએલમાં ખેલાડીઓ સતત કોરોના પોઝિટીવ આવી રહ્યાં છે. જેથી સંક્રમણનો ખતરો વધે નહીં તે માટે કોરોના સંક્રમણથી છુટકારો મેળવવા માટે ખેલાડીઓને આઇસોલેશન વોર્ડમાં પણ રાખવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ