બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Protest of ST workers in the state over pending demand

ચીમકી / મહીસાગર, જામનગર ,વડોદરા અને સુરતમાં ST નિગમના કર્મચારીઓ વિરોધ, કહ્યું આ માંગો પૂરી નહીં થાય તો પૈડાં થંભી જશે, અલ્ટિમેટમની તારીખ જાહેર

Kishor

Last Updated: 08:44 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘવારી ભથ્થાની સુવિધા ST કર્મચારીઓને ન મળવા સહિતની પડતર માંગોને લઈને સુરત, જામનગર, વડોદરા મહેસાણા સહિત જિલ્લાના ST કર્મીઓએ વિરોધ વ્યકત કર્યો હતો.

  • રાજ્યમાં ST કર્મીઓનો વિરોધ
  • પડતર માગ પૂરી કરવા નોંધાવ્યો વિરોધ
  • માગણી પૂરી નહિં થાય તો રજા પર ઉતરવાની ચીમકી
  • મોંઘવારી ભથ્થાની સુવિધા ST કર્મચારીઓને ન મળતા વિરોધ 

રાજ્યના  ST નિગમના કર્મચારી દ્વારા પડતર પ્રશ્નોને લઇ ફરી એક વખત આંદોલન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મહીસાગર, જામનગર , વડોદરા અને સુરતમાં ST નિગમના કર્મચારીઓ દ્વારા  વિરોધ કરવામાં આવ્યો હતો.સરકાર દ્વારા વધારવામાં આવેલા મોંઘવારી ભથ્થાથી લાગુ કરાયેલા પગાર પંચની સુવિધા ST કર્મચારીઓને ન મળતા વિરોધ કર્યો હતો. કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી પહેરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા તેમજ  સરકાર કોઇ માગ પૂરી નહીં થાય તો એક સાથે તમામ કર્મચારીઓ રજા પર ઉતરી વિરોધની ચીમકી આપી હતી.

સામુહિક હડતાલ કરવાની પણ ચીમકી
ફિક્સ પેના કર્મચારીઓને રાજ્ય સરકારના  ધારા ધોરણ મુજબ 19, 950નો લાભ આપવા તથા સિનિયર-જૂનિયર કર્મચારીઓના પગારની વિસંગતતા દૂર સહિતની માંગ સરકાર સુધી પહોંચાડવા માટે સુરત એસટી વિભાગના કામદારોએ એકઠા થઇ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં 19 જેટલી પડતર માંગોને લઈ કાળી પટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વધુમાં 3 તારીખ બાદ સામુહિક હડતાલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Protest of ST workers in the state over pending demand

જામનગરમાં ST નિગમના કર્મચારીઓ વિરોધના માર્ગે
તે જ રીતે જામનગરમાં ST નિગમના કર્મચારીઓ પણ પોતાના પડતર પ્રશ્નોને લઇ વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ કાલાવડ નાકા બહાર આવેલ વિભાગીય કચેરી બહાર સૂત્રોચાર કર્યા હતા. વધુમાં  1200 જેટલાં કર્મચારીઓ આજથી એક સપ્તાહ કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવશે. તથા જો કોઈ નિર્ણય નહિ આવે તો 2 તારીખથી STના પૈડાં થંભાવી દેવાની ચિમકી પણ આપી હતી.

વડોદરા એસ.ટી વિભાગના કર્મચારીઓ આંદોલનના મૂડમાં
આ ઉપરાંત વડોદરા ST વિભાગના કર્મચારીઓ પણ માંગને લઈને લડી લેવાના મૂડમા હોય તેમ પડતર માગણીઓને પગલે  ST કર્મચારીઓનો વિરોધ નોંધાવ્યો હતો.  રેસકોર્સમાં વિભાગીય કચેરી ખાતે સૂત્રોચાર કરી વડોદરા ડિવિઝનના 1400 જેટલા કર્મચારીઓ આંદોલનમાં જોડાયા હતા.

મહીસાગરના લુણાવાડામાં વિરોધ
વધુમાં મહીસાગરના લુણાવાડામાં ST નિગમના કર્મચારીઓએ માંગ ન પુરી થતા રોષ ઠાલવ્યો હતો. ST વિભાગના કર્મચારીઓએ પડતર માગણીઓ પૂર્ણ કરોના સૂત્ર સાથે પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો. વધુમાં પડતર માંગો ન સ્વીકારતા કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર જશે. તે બાબતે તમામ કર્મચારીઓ એક સુર થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ