બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / professor researching on corona virus was killed in an apparent murder in china

VIRAL / કોરોના પર મોટો ખુલાસો કરવાનો હતો આ શખ્સ, ગોળી મારીને હત્યા કરાઈ હોવાનો દાવો

Published By: Krupa

Last Updated: 09:39 PM, 6 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઇ હતી. એવામાં મોટાભાગના દેશ ચીન પર આંગળી કરી રહ્યા છે પરંતુ ચીન આ વાયરસ ફેલાવવામાં પોતાની ભૂમિકાને નકારે છે. હવે ત્યાં કોરોના બિમારીથી જોડાયેલા એક રિસર્ચરની હત્યા બાદ ફરીથી પ્રશ્નો ઊઠવા લાગ્યા છે.

  • કોરોના બિમારીથી જોડાયેલા એક રિસર્ચરની ગોળી મારીને કરાઇ હત્યા
  • હુમલાખોરોએ હત્યા કરીને બાદમાં પોતે કરી આત્મહત્યાર
  • રિસર્ચર કોરોના વાયરસને લઇને મોટી શોધની નજીક પહોંચી ગયા હતા

દાવા પ્રમાણે પિટ્સબર્ગ મેડિકલ સેન્ટરમાં કામ કરનાર રિસર્ચર ડૉક્ટર બિંગ લિઉએ કોરોના વાયરસને લઇને કોઇ ખૂબ જ મોટી શોધ કરી લીધી હતી. બિંગ લિઉ એને સાર્વજનિક કરવાના હતા કે એ પહેલા એમની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી. એવામાં પ્રશ્ન એવા ઊઠી રહ્યા છે કે શું એ કંઇક એવું જણાવવાના હતા જે ચીનમાં કેટલાક લોકો નહતા જાણતા. 

બિંગ લિઉ પર પ્રહાર કરનાર શખ્સે બાદમાં ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી, જણાવી દઇએ કે 37 વર્ષના બિંગ લિઉ એકલા રહેતા હતા અને રૉસ વિસ્તારમાં એમના એપાર્ટમેન્ટમાં ઘૂસીને એક શખ્સે એમને ગોળી મારી દીધી. 

એક મીડિયા રિપોર્ટ અનુસાર લિઉના માથા, ગરદન અને શરીરના બીજા ભાગોમાં ગોળીઓ વાગી હતી જેનાથી એમનું મોત થઇ ગયું. રિપોર્ટ પ્રમાણે જે વખતે હુમલો કરનાર શખ્સ એમના ઘરે આવ્યો એ વખતે ડૉક્ટરની પત્ની ઘરે નહતી. 

જાણવા મળી રહ્યું છે કે તેમને કોરોના વાયરસને લઇને મોટી શોધની નજીક પહોંચી ગયા હતા અને એ જલ્દીથી એની સારવાર શોધવાના હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

China Coronavirus world કોરોના વાયરસ ચીન બિંગ લિઉ રિસર્ચર Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ