બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / આરોગ્ય / problem of burning sensation in the stomach after every meal do not ignore it

તમારા કામનું / શું તમને પણ ભોજન લીધા બાદ પેટમાં થાય છે બળતરા? જાણો શું હોઈ શકે છે કારણ, શું છે ઈલાજ

Manisha Jogi

Last Updated: 12:08 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોગ્ય અને ખરાબ લાઈફસ્ટાઈલને કારણે લોકો એસિડિટી અને પાચન સંબંધિત બિમારીઓથી પરેશાન થઈ રહ્યા છે. દરરોજ ભોજન કર્યા પછી પેટમાં બળતરા થવી તે એક ગંભીર બિમારીનો સંકેત હોઈ શકે છે.

  • ખરાબ લાઈફસ્ટાઈલને કારણે લોકો પાચન સંબંધિત બિમારીઓથી પરેશાન
  • પેટમાં બળતરા થવી તે એક ગંભીર બિમારીનો સંકેત
  • ઘરગથ્થુ ઉપચારની મદદથી આ સમસ્યાથી રાહત મેળવો

અયોગ્ય અને ખરાબ લાઈફસ્ટાઈલને કારણે લોકો એસિડિટી અને પાચન સંબંધિત બિમારીઓથી પરેશાન થઈ રહ્યા છે. ભોજન કર્યા પછી પેટમાં બળતરા થવી તે એસિડિટીનું એક લક્ષણ છે. મસાલેદાર, તીખુ ભોજન કર્યું હોય ત્યારે પેટમાં બળતરા થાય છે. કોઈક વાર આ સમસ્યા થાય તો તેને સામાન્ય ગણવામાં આવે છે. દરરોજ ભોજન કર્યા પછી પેટમાં બળતરા થવી તે એક ગંભીર બિમારીનો સંકેત હોઈ શકે છે. ભોજન કર્યા પછી છાતી અને પેટમાં બળતરા શા માટે થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ભોજન કર્યા પછી પેટમાં બળતરા શા માટે થાય છે?
ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લક્સ ડિસીઝ-

પેટમાં એસિડ રિફ્લક્સને કારણે બળતરા થઈ શકે છે. પેટમાં નીચેના ભાગમાં ભોજન પહોંચીને ફૂડ પાઈપમાં આવવા લાગે છે, તો આ સમસ્યાને ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લક્સ ડિસીઝ કહેવામાં આવે છે. 

હાઈટલ હર્નિયા- 
પેટમાં હર્નિયા થવો તે એક સામાન્ય કંડિશન છે. આ કારણોસર ભોજન કરવામાં પરેશાની, બળતરા, દુખાવો, થાક અને મોઢાનો સ્વાદ બગડી જાય છે. જો કોઈ વ્યક્તિને સામાન્ય તકલીફ હોય તો પેટર્નમાં ફેરફાર અને સુધારો કરીને તેને ઠીક કરી શકાય છે. 

મસાલેદાર અને તીખુ ભોજન
મસાલેદાર ભોજન ખૂબ જ તીખુ હોય છે, જેના કારણે મોઢુ અને ગળામાં બળતરા થાય છે. મસાલેદાર ભોજન કરવાથી મોઢામાં બળતરા, પેટમાં દુખાવો, એસિડ રિફ્લક્સ થઈ શકે છે. 

પેટમાં થતી બળતરા દૂર કરવાના ઉપાય

  • પેટમાં લાંબા સમયથી બળતરા થતી હોય તો ડોકટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. કેટલાક ઘરેલુ ઉપાયથી આ સમસ્યા દૂર કરી શકાય છે. 
  • ભોજન કર્યા પછી તરત જ ઊંઘવું ના જોઈએ. ભોજન કર્યા પછી તરત સૂઈ જવાથી એસિડ રિફ્લક્સ જેવી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. 
  • ભોજન કર્યા પછી ઓછામાં ઓછા 1,000 પગલા ચાલવું જોઈએ. આ પ્રકારે કરવાથી પાચનક્રિયા, બ્લડ શુગર લેવલ અને આરોગ્ય સારું રહે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ