બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / બિઝનેસ / Price Rs. 480 per gold resulting in an increase of Rs 61,780

gold price / લગ્નની સીઝન ટાણે ગોલ્ડમાં ફરી ચમક, 10 ગ્રામ સોનાના ભાવમાં રોકટ ગતિએ આટલો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ

Kishor

Last Updated: 09:02 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાના ભાવમાં ફરી ચમક જોવા મળી હતી. ભાવમાં રૂ. 480નો વધારો નોંધાતા પરિણામે સોનુ તોલા દીઠ રૂ. 61,780 ની સપાટીએ સ્થિર થયું હતું.

  • આસમાનને આંબી રહ્યા છે સોનાના ભાવ
  • સોનાના ભાવમાં ફરી ચમક જોવા મળી
  • સોનાના ભાવમાં રૂ. 480નો વધારો નોંધાયો

છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવ આસમાનને આંબી રહ્યા છે. લગ્નની સિઝન ટાણે પણ સોનાના ભાવમાં વધારો અટકવાનું નામ જ ન લેતો હોવાથી યજમાનો પણ મુંજાયા છે. ભાવ વધારાને લઈને સામાન્ય પરિવારને સોનુ ખરીદવું જાણે લોઢાના ચણા ચાવવા બરાબર થયું છે. તેવામાં સોનાના ભાવમાં ફરી ચમક જોવા મળી હતી. જેમાં દિલ્હી બુલિયન માર્કેટમાં શુક્રવારે (14 એપ્રિલ) રોજ સોનાના ભાવમાં રૂ. 480નો વધારો નોંધાયો હતો. પરિણામે સોનુ તોલા દીઠ રૂ. 61,780 ની ઉચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી. 


સોનાના ભાવ રૂ. 480 વધ્યા

મહત્વનું છે કે પાછળના કારોબારમાં દિવસમાં સોનું રૂ. 61,300 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બીજી બાજુ ચાંદીના ભાવમાં પણ 410 રૂપિયાનો વધારો આવતા ભાવ 77,580 રૂપિયા પર સ્થિર થયા છે. HDFC સિક્યોરિટીઝના કોમોડિટીઝના વિશ્લેષકના જણાવ્યા અનુસાર બજારોમાં સોનાના ભાવ રૂ. 480 વધીને રૂ. 61,780 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર થયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ ભાવ માનવામાં આવી રહ્યા છે. વિદેશી બજારમાં, સોનું અને ચાંદી અનુક્રમે $2,041 પ્રતિ અને $25.88 પ્રતિ પર ટ્રેડ થઈ રહ્યા હતા.

big boom in gold futures price silver prices


સોનું 62000ની નજીક પહોંચી ગયુ
ચેન્નાઈની વાત કરવામાં આવે તો 22 કેરેટના તોલાની કિંમત રૂપિયા 56,690 નોંધાઇ છે. જ્યારે  24 કેરેટ સોનાની કિંમત 61,840 રૂપિયામાં ખરીદી અને વેચવામાં આવી રહી છે. તો ગુરુગ્રામ અને નોઈડામાં 22 કેરેટ સોનું 56,240માં વેંચાયું હતું. અને 24 કેરેટ સોનું 61,340 રૂપિયામાં.વેંચાયું હતું. એ જ રીતે અમદાવાદ, પટના અને બેંગલુરુમાં 22 કેરેટ સોનાની કિંમત રૂ.56,140માં હતી. જ્યારે  24 કેરેટ સોનાનો ભાવ રૂ. 61,240 છે. ભુવનેશ્વર, પુણે અને હૈદરાબાદમાં 22 કેરેટ સોનું રૂ.56,090માં અને 24 કેરેટ સોનું 61,190 રૂપિયા સુધી પહોંચી ગયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ