બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / કિંમત 75 હજાર, રેન્જ 200 કિમી, 5 ફેબ્રુઆરીએ લોન્ચ થશે આ ધાંસૂ ઇલેક્ટ્રિક બાઇક, જાણો ફીચર્સ

ઓટો મોબાઇલ / કિંમત 75 હજાર, રેન્જ 200 કિમી, 5 ફેબ્રુઆરીએ લોન્ચ થશે આ ધાંસૂ ઇલેક્ટ્રિક બાઇક, જાણો ફીચર્સ

Last Updated: 05:30 PM, 3 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેઝ મોડેલ 2.5kWh બેટરી પેક વેરિઅન્ટની કિંમત 74,999 રૂપિયા, 3.5 kWh બેટરી પેક વેરિઅન્ટની કિંમત 84,999 રૂપિયા અને 4.5 kWh બેટરી પેક વેરિઅન્ટની કિંમત 99,999 રૂપિયા છે.

દેશની પ્રમુખ ટુ વ્હિલર વાહન નિર્માતા કંપની ઓલા ઇલેક્ટ્રિકએ તાજેતરમાં ઘરેલુ બજારમાં પોતાના થર્ડ જેનરેશન ઇલેક્ટ્રિક સ્કૂટરોને લોન્ચ કર્યુ છે. હવે કંપની તેની પહેલી ઇલેક્ટ્રિક બાઇક રેન્જ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. Roadster X ઇલેક્ટ્રિક મોટરસાઇકલ 5 ફેબ્રુઆરીએ પેશ કરવામાં આવશે.

3 વેરિએંટ્સ

જોકે ગયા વર્ષે ઓગસ્ટમાં કંપનીએ આ બાઇકના ત્રણેય વેરિઅન્ટની કિંમત જાહેર કરી હતી. જેમાં રેગ્યુલર, એક્સ અને પ્રો મોડેલનો સમાવેશ થાય છે.

કિંમત

બેઝ મોડેલ 2.5kWh બેટરી પેક વેરિઅન્ટની કિંમત 74,999 રૂપિયા, 3.5 kWh બેટરી પેક વેરિઅન્ટની કિંમત 84,999 રૂપિયા અને 4.5 kWh બેટરી પેક વેરિઅન્ટની કિંમત 99,999 રૂપિયા છે.

ડ્રાઇવિંગ રેંજ

તમને જણાવી દઈએ કે બેઝ મોડેલ એક જ ચાર્જમાં 117 કિમી, મિડ વેરિઅન્ટ 159 કિમી અને ટોપ વેરિઅન્ટ 200 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપી શકશે.

Ola

પિક-અપ

કંપનીનો દાવો છે કે સૌથી સસ્તું મોડેલ 3.2 સેકન્ડમાં 0 થી 40 કિમી/કલાકની ગતિ પકડશે. જ્યારે મિડ અને ટોપ વેરિઅન્ટને આ અંતર કાપવામાં અનુક્રમે 2.9 સેકન્ડ અને 2.8 સેકન્ડનો સમય લાગશે.

ટોપ-સ્પીડ

આ ત્રણેય વેરિઅન્ટની ટોપ સ્પીડ પણ અનુક્રમે 105 કિમી/કલાક, 117 કિમી/કલાક અને 124 કિમી/કલાક છે. નાનું બેટરી પેક વેરિઅન્ટ 3.3 કલાકમાં, મધ્યમ વેરિઅન્ટ 4.6 કલાકમાં અને ટોચનું વેરિઅન્ટ 5.9 કલાકમાં ચાર્જ થશે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

ડ્રાઇવિંગ મોડ

તેમાં ત્રણ અલગ અલગ ડ્રાઇવિંગ મોડ છે. જેમાં સ્પોર્ટ, નોર્મલ અને ઇકો મોડ્સનો સમાવેશ થાય છે. જે રસ્તાની વિવિધ સ્થિતિઓ અનુસાર કામગીરી આપશે.

ફીચર્સ

રોડસ્ટર X માં કંપની LED હેડલેમ્પ, 4.3 ઇંચ LCD ડિસ્પ્લે, ફ્રન્ટ ડિસ્ક બ્રેક, ક્રુઝ કંટ્રોલ, રિવર્સ મોડ, ટાયર પ્રેશર એલર્ટ, જીઓ ફેન્સીંગ, ચોરી શોધ જેવી સુવિધાઓ પ્રદાન કરી રહી છે.

આ પણ વાંચોઃ તમારી કારની માઈલેજ 30 ટકા વધશે! ડ્રાઈવિંગ કરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન

પ્રોડક્શન શરૂ

કંપનીએ આ ઇલેક્ટ્રિક બાઇકનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે. તાજેતરમાં કંપનીના સીઈઓ ભાવેશ અગ્રવાલે પણ આ બાઇકના ટેસ્ટિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

Ola Roadster X માટે સત્તાવાર બુકિંગ શરૂ થઈ ગયું છે. તેને સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત ડીલરશીપ પરથી 999 રૂપિયામાં બુક કરી શકાય છે. ભાવિષ અગ્રવાલે તાજેતરમાં આ બાઇકના પરીક્ષણનો એક વીડિયો શેર કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

OLA electric bike Roadster X Ola Electric electricbike
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ