ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / President of Afghanistan Ashraf Ghani delivered a national message

જનસંબોધન / હું કાબૂલમાં રહ્યો હોત તો કત્લેઆમ મચી જાત, સુરક્ષાના કારણોથી અફઘાનિસ્તાનમાં નથીઃ અશરફ ગની

Published By: Shyam

Last Updated: 11:55 PM, 18 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાન છોડ્યા બાદ પોતાના દેશને સંબોધન કરતા સમયે રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું, મને મારી ઈચ્છા વિરુદ્ધ દેશની બહાર મોકલવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓની સલાહ પર દેશ છોડ્યો છે

ADVERTISEMENT

  • અફઘાનિસ્તાન છોડ્યા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીનું પ્રથમ સંબોધન
  • UAEમાંથી પોતાના દેશવાસીઓને આપ્યો સંદેશો
  • હું સુરક્ષાના કારણે દેશની બહાર છું, મારી મરજી વિરુદ્ધ મને દેશ બહાર મોકલ્યો છે

અફઘાનિસ્તાન છોડ્યા બાદ પ્રથમ વખત સામે આવ્યા પછી રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પોતાના દેશના નાગરિકોને સંબોધન કર્યું હતું. ગનીએ કહ્યું કે, હું મારી સુરક્ષાકર્મીઓ અને સેનાનો આભારી છું. અને રૂપિયા લઈને ભાગી જવાની જે વાત કહેવામાં આવી રહી છે. તે પુરાવાવગરની વાતો છે. મને મારી ઈચ્છા વિરુદ્ધ દેશની બહાર મોકલવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓની સલાહ પર દેશ છોડ્યો છે.

કારણ કે, કોઈ મોટી ઘટના સર્જાઈ શકતી હોત. અને જો હું કાબૂમા રહ્યો હોત તો, તો કત્લેઆમ થઈ જવાનું હતું. અને હાલમાં સુરક્ષાના કારણોસર હું અફઘાનિસ્તાનથી દૂર છું. અને જે લોકો મને જાણતા નથી. તે નિર્ણયો કરે નહીં. અને તાલિબાન સાથે વાતચીતનો કોઈ મતલબ બનતો નહોતો. ગનીએ કહ્યું કે, મને ભાગેડું કહેનારા લોકો મારા વિશે જાણતા નથી. હું શાંતિથી સત્તા સોંપવા માગતો હતો. આ સંબોધન ગનીએ UAEમાંથી કર્યું હતું. 

અબુધાબીમાં છે અશરફ ગની
અફઘાનિસ્તાનમાં તાલિબાનોના એન્ટ્રીને પગલે દેશ છોડીને ભાગેલા રાષ્ટ્રપતિ અશરફ ગની અબુધાબીમાં છે એ વાતની પુષ્ટી થઈ છે. કાબુલના એક સ્થાનિક અખબાર દ્વારા દાબો કરવામાં આવ્યો હતો કે, અશરફ ગની કાબુલ છોડ્યા બાદ સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં છે. તો કેટલીક જાણકારી એવી પણ સામે આવી હતી કે, રાષ્ટ્રપતિ તઝાકિસ્તાનથી ઓમાન ગયા છે. જો કે, આ તમામ ચર્ચાઓનો અંત આવ્યો છે અને સ્પષ્ટ થયું છે કે, અશરફ ગની અબુધાબીમાં છે.

ગનીને અબુધાબીએ કેમ અપાયું શરણ ?
UAE એ સરકારે આપેલ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, માનવતાના ધોરણોને જોતા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના પરિવારજનોને શરણ આપવામાં આવેલ છે. જો કે, અબુધાબીમાં તેઓ કયા સ્થળે છે તે અંગે કોઈ ચોક્કસ જાણકારી આપવામાં આવેલી નથી.

અફઘાન દૂતાવાસે અશરફ ગનીની ધરપકડ કરવાની માગ કરી
અફઘાન દૂતાવાસે ઈન્ટરપોલને પાઠવેલા સંદેશમાં જણાવ્યું કે અશરફ ગની, હમદલ્લાહ મોહિબ અને ફજલ મહમદૂ ફાઝલીની જાહેર સંપત્તિને હડપ કરી લેવાના આરોપસર ઝડપી લેવા જોઈએ જેથી કરીને ગની હડપ કરેલી સંપત્તિ અફઘાનિસ્તાનને મળી શકે. દૂતાવાસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે અશરફ ગની અને તેના સહયોગીઓ દેશમાંથી પૈસા લેતા આવ્યા છે. ભાગી ગયા છે, તેથી તેમની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. અફઘાન દૂતાવાસે   નયાશરાફ ગની, હમદલ્લાહ મોહેબ અને ફઝલ મહેબૂદ ફાઝીલની ધરપકડ કરવા અપીલ કરી હતી.

દેશમાંથી પૈસા લઈને ભાગી જવાનો આરોપ હતો
સ્થાનિક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે અશરફ ગનીએ તેમની સાથે અનેક કાર અને હેલિકોપ્ટરમાં પૈસા લીધા હતા. આ આક્ષેપોની વચ્ચે એ પણ બહાર આવ્યું કે અશરફ ગનીને તાજિકિસ્તાનમાં ઉતરવાની મંજૂરી નથી, તેથી તે હાલમાં કતારમાં રહે છે અને ટૂંક સમયમાં અમેરિકા જઈ શકે છે. તાજિકિસ્તાનમાં અફઘાનિસ્તાનના દૂતાવાસમાં ફેરફારો દેખાવા લાગ્યા છે. અહીં અશરફ ગનીનું ચિત્ર હટાવી દેવામાં આવ્યું છે અને પોતાને કાર્યવાહક રાષ્ટ્રપતિ ગણાવતા અમરૂલ્લાહ સાલેહની તસવીર બદલવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

UAE afghanistan ashraf ghani અફઘાનિસ્તાન અશરફ ગની President Ashraf Ghani

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ