બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / pregnant woman dormant condition Shahibag Bridge Ahmedabad lockdown
ADVERTISEMENT
વાત એવી છે કે અમદાવાદના શાહીબાગ બ્રિજ નીચે થોડા દિવસે પહેલાં એક નિર્વસ્ત્ર હાલતમાં ગર્ભવતી મહિલા પર એક યુવકને નજરે પડી હતી. આ મહિલાની હાલત જોઈને સૌપ્રથમ તેને ખૂબ દુઃખ થયું હતું. યુવક આ મહિલાની હાલત જોઈ શક્યો ન હતો, જેથી તેને તરત કંઈ પણ વિચાર્યા વગર મદદ કરવાનું નક્કી લીધું, જોકે હાલમાં ગમે તે વિસ્તારમાં નીકળો એટલે તરત જ પોલીસે ઊભા રાખીને પૂછે છે જો યોગ્ય કારણ ન હોય તો ગુનો નોંધે છે.
યુવકે હિંદી ભાષામાં પૂછ્યું તો મહિલાને કાંઈ જ સમજ ન પડી
ADVERTISEMENT
તેમ છતાં આ યુવક જે થાય તે પણ આ મહિલાને આ હાલમાં તો ન છોડી શકાય, ત્યારબાદ યુવકે ગમે ત્યાંથી તરત મહિલા માટે કપડાં લઈને આવીને તેને પહેરાવી દીધાં હતાં. તે બાદ યુવકે મહિલાને તેના વિશે પૂછવાનો ઘણો પ્રયાસ કર્યો, મહિલા સાથે ગુજરાતીમાં પણ વાત કરી, પણ તેને સમજ ન પડી. પછી યુવકે હિંદી ભાષામાં પણ તેના વિશે પૂછ્યું તો મહિલાને કાંઈ જ સમજ પડી ન હતી. જોકે મહિલાને હિંદી કે ગુજરાતીમાં કઈ ખબર પડી ન હતી.

ADVERTISEMENT
જેથી યુવકે નજીકના એક કોર્પોરેટરની મદદ લીધી હતી અને આ સમગ્ર ઘટના વિશે યુવકે કોર્પોરેટરને મહિલાની વાત કરી હતી. યુવકની વાતથી કોર્પોરેટર પણ મહિલાને મદદ આવી ગયા હતા. અને કોર્પોરેટરે એક મદ્રાસી ભાષાનો જાણકાર એક વ્યક્તિને યુવકે સાથે મોકલ્યો હતો. કોર્પોરેટરે તે મહિલા માટે જમવાનું સાથે મોકલ્યું હતું, ત્યાર બાદ યુવક અને મદ્રાસી ભાષા જાણકાર વ્યક્તિ આ મહિલા સાથે મદ્રાસી ભાષામાં વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તો પણ મહિલાને મદ્રાસી ભાષા પણ જાણતી ન હતી.
યુવકે 181 અને પોલીસ બોલાવી
ADVERTISEMENT
ત્યારબાદ યુવકે મહિલાની મદદ માટે તમામ પ્રયાસ કર્યા તેમ છતાં કોઈ રસ્તો મળી આવતો ન હતો યુવકે મહિલાની મદદ કરવા માટે 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કર્યો પરંતુ તેમણે પણ કોઈ મદદ ન કરી. યુવકે પોલીસને પણ જાણ કરી પરંતુ ત્યાંથી પણ કોઈ મહિલાની મદદે ન આવ્યું. બધી તરફથી બધા રસ્તા બંધ થઇ ગયા હોય તેમ લાગી રહ્યું હતું. યુવકે હાર માન્ય વગર બીજા દિવસે એક બંગાળી જાણતા એક વ્યક્તિને શોધીને મહિલા પાસે ગયા હતા.
જોકે મહિલાને બંગાળી ભાષા જાણતી હોવાથી યુવકને મદદની આશાની કિરણ જાગી હતી. મહિલા સાથે તે વ્યક્તિ બંગાળી ભાષામાં વાત કરતા યુવકને થોડો હાશકારો થયો હતો. ત્યાર બાદ યુવકે ફરીથી 181 હેલ્પલાઇન પર ફોન કરીને મહિલાની મદદ માટે વાત કરી ત્યારે તે મહિલાની મદદે આવી હતી. જોકે યુવકે મહિલાને રૈનબસેરામાં પહોંચાડવાનો વિચાર કર્યો.
ADVERTISEMENT

પરંતુ લોકડાઉનની પરિસ્થતિ જોઈને યુવકને યોગ્ય ન લાગ્યું. જેથી યુવકે મહિલાને ગર્ભવતી હોવાથી તેની સારવાર માટે ૧૦૮ને ફોન કરીને બોલાવી લીધી હતી. પોલીસને પણ જાણ કરી દીધી હતી ત્યાર બાદ યુવકે 181 અને પોલીસ કર્મીઓ સાથે મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા, પરંતુ હોસ્પિટલ જઈને યુવકને સવાલ થયો કે સારવાર કર્યા બાદ આ મહિલાને લઇ ક્યાં જવી.
ADVERTISEMENT
મહિલાને સહી સલામત રીતે પહોંચાડવાની જવાબદારી યુવકે માથે લીધી
તે વિચારમાં પડી ગયો કારણ કે હાલમાં લોકડાઉનમાં આ પરિસ્થિતમાં તેણી ક્યાં જશે. યુવક આ મહિલા માટે સિવિલ હોસ્પિટલમના ડોક્ટરને વિનંતી કરી કે આ મહિલાની જ્યાં સુધી સારવાર થાય ત્યાં સુધી અહીં જ રાખો, પછી મહિલાને સારું થઇ જશે એટલે મહિલાને જ્યાં જવું હશે. ત્યાં સહી સલામત રીતે પહોંચાડવાની જવાબદારી યુવકે માથે લીધી હતી. હાલમાં આ મહિલા સિવિલ હોસ્પિટલના વોર્ડમાં દાખલ છે.
સમાજમાં હજી પણ માનવતા કાયમ
મહત્વની વાત તો એ છે હાલમાં કોરોના વાયરસના પગલે લોકડાઉન છે જીવન જરૂરિયાત ચીજવસ્તુ સિવાય કાંઈ જ મળતું નથી. ત્યારે આવા સમયે લોકોને પૈસા વગર જીવવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. બીજી તરફ લોકડાઉનમાં સમયે નિર્વસ્ત્ર હાલતમાં ગર્ભવતી મહિલાની મદદે યુવકે ન આવ્યો હોત તો તમે કલ્પના પણ ન કરી શકો કે મહિલાની કેવી હાલતમાં હોત. સમાજમાં હજી પણ માનવતા કાયમ છે. ભલે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ જો તમે કોઈને મદદ કરવાનું વિચારી લો એટલે કઠિનમાં કઠિન રસ્તાઓ પણ ખૂલી જાય છે.
સ્ટોરીઃ પ્રિતેશ પ્રજાપતિ, રિપોર્ટર
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.