ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મહાકુંભથી કેટલી આવક થશે? CM યોગીએ જણાવ્યા અર્થવ્યવસ્થાને બુસ્ટ કરતાં આંકડા, રેકોર્ડ તૂટશે

પ્રયાગરાજ / મહાકુંભથી કેટલી આવક થશે? CM યોગીએ જણાવ્યા અર્થવ્યવસ્થાને બુસ્ટ કરતાં આંકડા, રેકોર્ડ તૂટશે

Last Updated: 11:55 AM, 9 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભને એક મુખ્ય આધ્યાત્મિક આયોજન ગણાવ્યું અને કહ્યું કે આ એક ભવ્ય, દિવ્ય અને ડિજિટલ રીતે અદ્યતન મેળાવડો છે, જ્યાં શ્રદ્ધા અને આધુનિકતાનો સંગમ થાય છે.

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે જણાવ્યું કે મહાકુંભમાં આ વર્ષે 40 કરોડ શ્રદ્ધાળુઓના આવવાની અપેક્ષા છે, એવામાં મહાકુંભમાંથી 2 લાખ કરોડ રૂપિયા સુધી રેવન્યૂ જનરેશન વધવાની ધારણા છે. એક કાર્યક્રમમાં સીએમ યોગીએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી. આ કાર્યક્રમમાં મહાકુંભથી થનારી આર્થિક અસર વિશે વાત કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે 2019 ના આયોજને રાજ્યના અર્થતંત્રમાં 1.2 લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આ વર્ષે, 40 કરોડ શ્રદ્ધાળુઓના આવવાની અપેક્ષા છે, ત્યારે મહાકુંભથી આર્થિક વૃદ્ધિમાં 2 લાખ કરોડ રૂપિયાનો વધારો થવાની અપેક્ષા છે. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે વર્ષ 2024 માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં, કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે 16 કરોડથી વધુ શ્રદ્ધાળુ વારાણસી આવ્યા છે અને 13.55 કરોડથી વધુ ભક્તો અયોધ્યા આવી ચુક્યા છે.

એક અખબારી નિવેદનમાં, મુખ્યમંત્રીએ જણાવ્યું કે, "13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનાર મહાકુંભ મેળો ભારતની પ્રાચીન સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને વૈશ્વિક સ્તરે મહત્ત્વ આપશે." મહાકુંભના આધ્યાત્મિક અને સામાજિક મહત્ત્વ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે આ આયોજન ફક્ત ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ સામાજિક અને આધ્યાત્મિક એકતાનું પ્રતીક છે. તેમણે મહાકુંભને વિશ્વનું સૌથી મોટું અસ્થાયી શહેર ગણાવ્યું, જેમાં કોઈપણ સમયે 50 લાખથી એક કરોડ ભક્તો આવવાની અપેક્ષા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભને એક મુખ્ય આધ્યાત્મિક આયોજન ગણાવ્યું અને કહ્યું કે આ એક ભવ્ય, દિવ્ય અને ડિજિટલ રીતે અદ્યતન મેળાવડો છે, જ્યાં શ્રદ્ધા અને આધુનિકતાનો સંગમ થાય છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ "પૂજ્ય" સંતોના સહયોગથી મહાકુંભની સફળતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે.

PROMOTIONAL 13

મહાકુંભ પહેલા તૈયારીઓ પૂરજોશમાં

અધિકારીઓએ જણાવ્યું કે, "મહાકુંભ પહેલા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સંગમના 12 કિલોમીટર વિસ્તારમાં સ્નાનઘાટ બનાવવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા, બાંધકામ અને સુરક્ષા વધારવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રયાગરાજની મુલાકાતની અપેક્ષાએ, બધા ઘાટ પર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે."

આ પણ વાંચો: અનુશાસનનો ભંગ કે અખાડાના નિયમ તોડવા પર શું થાય? સપનામાં પણ ન વિચાર્યું હોય તેવી મળે છે સજા

જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, "તમામ ઘાટ પર મહિલાઓ માટે અલગ ચેન્જિંગ રૂમ બનાવવામાં આવ્યા છે. દરેક ઘાટ પર એક અલગ પ્રતીક (ડમરુ, ત્રિશૂળ વગેરે) સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. જેથી લોકો તેને ઝડપથી ઓળખી શકે." નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો આવવાની અપેક્ષા છે તેને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સંગમ વિસ્તાર પર નજર રાખવા માટે વોચ ટાવર લગાવવામાં આવી રહ્યા છે અને તમામ ઘાટ પર પાણીના બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CM Yogi Adityanath Uttar Pradesh Economy Mahakumbh 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ