ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Pradhan Mantri Mudra Yojana loan benefits interest rate documents

ફાયદાની વાત / એવી સરકારી યોજના, જેને 40 કરોડ લોકોને બનાવ્યા બિઝનેસમેન! તમે પણ મેળવી શકશો લાભ, જાણો કેવી રીતે

Published By: Vikram Mehta

Last Updated: 03:39 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપ્રિલ 2015માં પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ થઈ હતી. આઠ વર્ષમાં 40 કરોડથી વધુ લોકોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. 50 હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. મુદ્રા લોન લેવા માટે કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની નથી.

ADVERTISEMENT

  • 2015માં પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ થઈ.
  • મુદ્રા લોન લેવા માટે કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની નથી. 
  • 50 હજારથી 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે.

દેશમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન્ચ કરવામાં આવી હતી અને આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. એપ્રિલ 2015માં આ યોજના શરૂ થઈ હતી અને આઠ વર્ષમાં 40 કરોડથી વધુ લોકોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. આ સમયગાળા દરમિયાન 23.2 લાખ કરોડની રકમ મુદ્રા લોન તરીકે વિતરિત કરવામાં આવી છે. નવું કામ શરૂ કરવાથી લઈને બિઝનેસને વિસ્તારિત કરવા માટે 50 હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. મુદ્રા લોન લેવા માટે કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની નથી. 

આ યોજના હેઠળ જે લોકો બિઝનેસ શરૂ કરવા માંગે છે, તે લોકોને ત્રણ શ્રેણીમાં લોન આપવામાં આવે છે. સરકારી આંકડા અનુસાર અત્યાર સુધીમાં કુલ 40.82 કરોડ લોકોને મુદ્રા લોન આપવામાં આવી છે. સૌથી વધુ શિશુ કેટેગરીમાં 33.54 કરોડ લોન આપવાં આવી છે. 

  • 1- શિશુ લોન કેટેગરી: રૂ.50,000ની ગેરંટી ફ્રી લોન
  • 2- કિશોર કેટેગરી: રૂ.50,000થી લઈને રૂ.5 લાખ સુધીની લોન
  • 3- તરુણ કેટેગરી: રૂ.5 લાખથી લઈને રૂ.10 લાખ સુધીની લોન

મુદ્રા લોન કોણ લઈ શકે?
જે પણ ભારતીય બિઝનેસ શરૂ કરવા માંગે છે, તે મુદ્રા લોન લઈ શકે છે. આ યોજના હેઠળ નાનામાં નાના વેપારીનો વેપાર વિસ્તૃત થાય તે માટે કોઈપણ ગેરંટી વગર નાણાં આપવામાં આવે છે. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ કોઈપણ બેન્ક, માઈક્રોફાઈનાન્સ કંપની અથવા NBFCમાંથી લોન લઈ શકાય છે. 

લોન કેવી રીતે મળશે?
બેન્ક અને NBFCમાંથી લોન લઈ શકાય છે. અરજીકર્તાએ મુદ્રા લોન લેવા માટે સામાન્ય જાણકારીની સાથે સાથે બિઝનેસ પ્લાન પણ તૈયાર કરવાનો રહેશે. બેન્ક અરજીકર્તા પાસે પ્રોજેક્ટ સંબંધિત રિપોર્ટ, ભવિષ્યની આવકના અનુમાન સંબંધિત દસ્તાવેજ પણ માંગી શકે છે. લોન માટે બેન્કમાં જઈને અરજી કરવાની રહેશે.

વ્યાજદર
મુદ્રા લોનના વ્યાજદર એકસમાન નથી. તમામ બેન્કના વ્યાજદર અલગ અળગ હોય છે. વ્યાજદર લોનની રકમ અને બિઝનેસની પ્રકૃતિ પર નિર્ભર કરે છે. બિઝનેસમાં વધુ જોખમ હોય તો વ્યાજદર વધુ હોય છે. સામાન્ય રીતે મુદ્રા લોન વાર્ષિક 10-12 ટકાના વ્યાજદરે મળે છે. 

મુદ્રા લોન માટે ડોક્યુમેન્ટ

  • 2 પાસપોર્ટ સાઈઝ ફોટોઝ
  • અરજીકર્તાનું ઓળખત્ર
  • રહેઠાણનો પુરાવો
  • જાતિનું પ્રમાણપત્ર
  • બિઝનેસ લાયસન્સ
  • બિઝનેસ માટે જે વસ્તુની ખરીદી કરવાની હોય તેની વિગત
  • બિઝનેસ પ્લાન
  • પ્રોજેક્ટ રિપોર્ટ
  • ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ સાથે જમા કરી દો.
     

સંકળાયેલા મુદ્દાઓ

Mudra Loan documents Mudra Loan interest rate Pradhan Mantri Mudra Yojana mudra loan પ્રધાનમંત્રી મુદ્રા યોજના મુદ્રા લોન Very Important

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ