નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે કહ્યું કે સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમની તારીખ એક વર્ષ વધારીને 31 માર્ચ 2021 સુધી કરવાનો નિર્ણય કર્યો છે. એનાથી ઘર નિર્માણ કામમાં ઝડપ આવશે અને રોજગારની તક પેદા થશે.
સબ્સિડી લિંક હોમ લોન સ્કીમની અવધિ એક વર્ષ માટે વધી
નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે પ્રેસ કૉન્ફ્રેન્સમાં કહ્યું કે સરકારે સબ્સિડી લિંક હોમ લોન સ્કીમની અવધિ એક વર્ષ માટે વધારવાનો નિર્ણય લીધો છે. ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમનો ફાયદો એ લોકોને મળશે જેની વર્ષની આવક 6-18 લાખની વચ્ચે છે.
સ્કીમની તારીખ વધવાથી રોજગારની તક પેદા થશે
આ સ્કીમનો અત્યાર સુધી 3.3 લાખ લોકોને ફાયદો મળશે. સરકારને આશા છે કે સ્કીમની તારીખ વધારી દેવાથી અને 2.5 લાખ લોકોને એનો ફાયદો મળશે. નાણામંત્રીએ કહ્યું કે એનાથી હાઉસિંગ સેક્ટરમાં આશરે 70 હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવશે જેનાથી રોજગારની તક પેદા થશે કારણ કે સ્ટીલ, લોખંડ અને અન્ય કન્ટ્રક્શન સામાનોની માંગ વધશે.
CLSS સ્કીમ શું છે?
આ સ્કીમ દ્વારા સરકારનો પ્રયત્નો શહેરના ગરીબોને ઘર આપવાની છે. મિડલ ઇનકમ ગ્રુપની બે કેટેગેરી છે. જેની વર્ષની ઇનકમ 6-12 લાખ છે એ MIG-1 કેટેગરીમાં અને એની વર્ષની ઇનકમ 12-18 લાખની વચ્ચે છે MIG-2 કેટેગરીમાં આવે છે.
MIG-1 કેટેગરી
ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમ હેઠળ બંને કેટેગરીના લોકોને ઇન્ટ્રેસ્ટ સબ્સિડી મળે છે. MIG-1 કેટેગરી 9 લાખ સુધી હોમ લોન પર ઇન્ટ્રેસ્ટ સબ્સિડીનો ફાયદો ઊઠાવી શકે છે. ઇન્સ્ટ્રેસ્ટ સબ્સિડી 4 ટકા છે. લોનની સમય મર્યાદા 20 વર્ષ માટે હશે.
MIG-2 કેટેગરી
MIG-2 કેટેગરીના લોકો 12 લાખ સુધીની હોમ લોન પર ઇન્ટ્રેલ્ટ સબ્સિડીનો ફાયદો ઊઠાવી શકે છે. ઇન્ટ્રેસ્ટ સબ્સિડી 3 ટકા મળે છે. લોનની મર્યાદા 20 વર્ષ માટે હશે.
આજે ખેડૂતો અને મજૂરોને રાહત
આજે નાણા મંત્રીએ આત્મનિર્ભર ભારત પેકેજની બીજા ભાગ માટે જાણકારી આપી. એમાં ખાસ કરીને ખેડૂતો અને પ્રવાસી મજૂરો માટે તમામ ઘોષણાઓ કરવામાં આવી છે.