બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / PPF, FD સહિત સુકન્યા સમૃદ્ધિ પર સરકારનું મોટુ એલાન, જાણીને ખુશ થઇ જશો!

નિર્ણય / PPF, FD સહિત સુકન્યા સમૃદ્ધિ પર સરકારનું મોટુ એલાન, જાણીને ખુશ થઇ જશો!

Jinal Chauhan

Last Updated: 04:56 PM, 3 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાં મંત્રાલયે નાણાકીય વર્ષ 2026 ના ચોથા ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી.જોકે પહેલા એવી આશા હતી કે સરકાર તેમના વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે.

જો તમે પણ PPF, સુકન્યા સમૃદ્ધિ અથવા પોસ્ટ ઓફિસ FD જેવી નાની બચત યોજનાઓમાં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવનારી સમીક્ષામાં વ્યાજદર ઘટાડવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ આશા RBI દ્વારા ગયા વર્ષે રેપો રેટમાં 125 બેસિસ પોઈન્ટના ઘટાડાને કારણે હતી. જોકે સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટર સુધી નાની બચત યોજનાઓ પરના વ્યાજ દર યથાવત રહેશે.

નાણા મંત્રાલયના નિર્ણયમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે 1 જાન્યુઆરી 2026 થી 31 માર્ચ, 2026 સુધી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થશે નહીં. નાણા મંત્રાલયના જાહેરનામા પ્રમાણે ઓક્ટોબર-ડિસેમ્બર 2025 માટેના દરો અમલમાં રહેશે. આ સરકારના નિર્ણયથી મધ્યમ અને નીચલા મધ્યમ વર્ગને રાહત મળશે. દીકરીઓ માટે લોકપ્રિય યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) પર વ્યાજ દર 8.2% પર રહેશે.

Post Office

PPF વ્યાજ દર 7.1% પર યથાવત

PPF પર વ્યાજ દર 7.1% રહેશે. આ રોકાણ પણ ટેક્સ ફ્રી સુરક્ષિત અને તેનો લોક-ઇન સમયગાળો 15 વર્ષનો છે. કલમ 80C હેઠળ આવતી આ યોજના પણ સારું વળતર આપે છે. સિમ્પલ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ 4% વ્યાજ દર આપે છે. આ સૌથી સુરક્ષિત પણ સૌથી ઓછું વળતર આપતી યોજના છે. કિસાન વિકાસ પત્ર 7.5% વ્યાજ આપે છે અને 115 મહિનામાં (લગભગ 9.5 વર્ષ) મેચ્યોર થાય છે.

vtv app promotion

આ પણ વાંચોઃ પૈસા તૈયાર રાખજો! ડિફેન્સથી લઈને AI સુધી... આવી રહ્યા છે 8 દિગ્ગજ કંપનીના IPO

વ્યાજદરનો રિવ્યૂ

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પર વ્યાજ દર 7.7% રહેશે. આ યોજના પાંચ વર્ષનો રોકાણ સમયગાળો આપે છે અને કલમ 80C હેઠળ ટેક્સ ફ્રી છે. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS) 7.4% વ્યાજ દર આપે છે. નિવૃત્ત લોકો માટે આ એક સારો ઓપ્શન છે કારણ કે તેમા ફિક્સ ઈન્કમ મળે છે. સરકારે છેલ્લે 2023-24 ના ચોથા ક્વાર્ટરમાં કેટલીક યોજનાઓ પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો હતો.

નાની બચત યોજનાઓ શું છે?

નાની બચત યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાઓમાં રોકાણ પોસ્ટ ઓફિસ અને બેંક દ્વારા કરી શકાય છે. તેમનો હેતુ સામાન્ય લોકોને બચત માટે પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનાઓમાં PPF, SSY, NSC, SCSS, POMIS, ટાઈમ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટનો સમાવેશ થાય છે. જે એકદમ સુરક્ષિત હોય છે અને તેમા સરકારની ગેરંટી હોય છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PPF interest rate unchanged small savings schemes Q4 rates Sukanya Samriddhi interest 2026
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ