બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / પૈસા તૈયાર રાખજો! ડિફેન્સથી લઈને AI સુધી... આવી રહ્યા છે 8 દિગ્ગજ કંપનીના IPO

બિઝનેસ / પૈસા તૈયાર રાખજો! ડિફેન્સથી લઈને AI સુધી... આવી રહ્યા છે 8 દિગ્ગજ કંપનીના IPO

Vidhata Gothi

Last Updated: 01:41 PM, 3 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPO News: જાન્યુઆરી 2026 રોકાણકારો માટે સોનેરી તક સાબિત થઈ શકે છે. જુદા-જુદા સેક્ટર્સના આવનારા આઈપીઓ રોકાણકારો માટે રોકાણના વિકલ્પ વધારશે, સાથે જ લાંબા ગાળાના રોકાણ માટેના નવા રસ્તા પણ ખૂલી શકે છે.

વર્ષ 2026ની શરૂઆત શેરબજારના રોકાણકારો માટે ખૂબ જ ખાસ બનવાની છે. જાન્યુઆરી મહિનામાં કેટલાય ખાસ આઈપીઓ આવી શકે છે, જે મોટા પાયે પૈસા ભેગા કરશે, સાથે જ જુદા-જુદા સેક્ટર્સમાં રોકાણની નવી તકો ઊભી કરશે. એવો અંદાજો છે કે જો આ તમામ પ્રસ્તાવિત આઈપીઓ લોન્ચ થાય છે, તો કુલ 25000 કરોડ રૂપિયા કરતાં વધારે પૈસા ભેગા થઈ શકે છે. ખાસ વાત એ છે કે ડિફેન્સથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રિન્યુએબલ એનર્જી, ફાઇનાન્સ અને હોટલ ઇન્ડસ્ટ્રી સુધીના આ આઈપીઓ છે.

જો કે મોટાભાગની કંપનીઓ હજુ અંતિમ મજૂરીની રાહ જોઈ રહી છે અને તેના આઈપીઓની ઓફિશિયલ તારીખો સામે યાંથી આવી, પણ બજારમાં હલચલ તેજ થઈ ગઈ છે. ચાલો જેની એ 8 કંપનીઓ વિશે કે જે જાન્યુઆરીમાં શેર બજારમાં એન્ટ્રી કરવા માટે તૈયારી કરી રહી છે.

IPO-FINAL-AND-NEW

Fractal Analytics

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિટીક્સના સેકટરમાં કામ કરતી આ કંપની પોતાનો મોટો આઈપીઓ લાવવાની યોજના બનાવી રહી છે. કંપની લગભગ 4900 કરોડ રૂપિયા ભેગા કરવાની તૈયારી કરી રહી છે. આ રકમનો ઉપયોગ દેવું ચૂકવવા, રિસર્ચ અને ડેવલોપમેન્ટ, નવા ટેકનોલોજી, સેલ્સ માર્કેટિંગ અને ગ્લોબલ વિસ્તરણ માટે કરવામાં આવશે. 2000માં શરૂ થયેલી આ કંપની વિશ્વભરની મોટી કંપનીઓને AI બેઝ્ડ સોલ્યુશન આપે છે.

પ્રેસ્ટીજ હોસ્પિટાલિટી

Prestige Groupના હોટલ યુનિટ Prestige Hospitality Ventures પણ જાન્યુઆરીમાં આઈપીઓ લાવી શકે છે. લગભગ 2,700 કરોડના આ ઇશ્યુથી મળતી રકમનો ઉપયોગ નવા હોટલ પ્રોજેક્ટ્સ અને લોન ઓછી કરવા માટે થશે. કંપની Sheraton, Hilton અને Conrad જેવા ઇન્ટરનેશનલ બ્રાંડના હોટલ ઓપરેટ કરે છે.

Varindera Constructions

Varindera Constructionsને સેબીથી મંજૂરી મળી ચૂકી છે. આ કંપની ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, એરપોર્ટ અને મોટા સરકારી પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેનો આઈપીઓ જાન્યુઆરીમાં આવી શકે છે.

SMPP

ડિફેન્સ ડિવાઇસ બનાવતી SMPPને 4,000 કરોડ રૂપિયાના આઈપીઓની મંજૂરી મળી ચૂકી છે. કંપની હેલમેટ, બેલેસ્ટિક જેકેટ અને એમ્યુનિશન બનાવે છે, જેની માંગ ભારતની સાથે-સાથે વિદેશમાં પણ છે.

vtv app promotion

ક્લીન મેક્સ

Clean Max Enviro Energy Solutions રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં એક મોટું નામ છે. આ કંપની સોલર અને વિન્ડ પાવર સાથે જોડાયેલ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. જાન્યુઆરીમાં આ લગભગ 5,200 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી શકે છે, જેમાં ફ્રેશ ઇશ્યૂ અને ઓફર ફોર સેલ બંને સામેલ હશે.

હીરો ફિનકોર્પ

Hero ગ્રૂપની ફાઇનાન્સ કંપની Hero FinCorp પણ શેર બજારમાં ઊતરવાની તૈયારી કરી રહી છે. લગભગ 3600 કરોડ રૂપિયાના આ આઈપીઓથી ભેગી કરેલી રકમનો ઉપયોગ કંપની પોતાના ફંડિંગને મજબૂત કરવા માટે કરશે અને લોન બિઝનેસ વધારવા માટે કરશે. કંપની રિટેલ, MSME અને કોર્પોરેટ ગ્રાહકોને લોન આપે છે.

આ પણ વાંચો: આવી રહ્યો છે OYO નો 6650 કરોડનો IPO, SEBમાં જમા કરાવ્યા પેપર્સ

ભારત Coking કોલ

Coal Indiaની સબસિડરી Bharat Coking Coal સંપૂર્ણપણે ઓફર ફોર સેલ દ્વારા બજારમાં આવશે. આ કંપની દેશના કોકિંગ કોલ ઉત્પાદનમાં અહત્ત્વની ભૂમિકા ભજવે છે અને સ્ટીલ અને પાવર સેક્ટર માટે મોટી સપ્લાયર માનવામાં આવે છે.

PMEA Solar Tech

PMEA Solar Tech Solutions સોલાર પ્રોજેક્ટ્સ માટે જરૂરી સ્ટ્રક્ચર અને ટ્રેકિંગ સિસ્ટમ બનાવે છે. કંપની ફ્રેશ ઇશ્યૂ અને ઓફર ફોર સેલ દ્વારા બજારમાંથી પીસ ભેગા કરવા તૈયારીમાં છે, જેનાથી તેનું ઝડપથી વિસ્તરણ કરવામાં આવશે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPOs in January IPO News Business News
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ