બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં કુંદ્રા
રાજ કુંદ્રાની પોર્નોગ્રાફીને લઈ સતત અપડેટ આવી રહ્યા છે. કોર્ટે કુંદ્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. સાથે આ મામલે કેટલાક ખુલાસા થયા છે. પોર્ન મામલે તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાચે પોતાની ચાર્જશીટમાં કુંદ્રા સાથે જોડાયેલી એક પાવર પ્વાઈન્ટ પ્રેજેન્ટેશનનો ઉલ્લેખ કર્યો છે. જેમાં બોલીફેમ કંપનીથી ભવિષ્યમાં થનારા નફાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે...બોલીફેમને રાજ કુંદ્રાએ એક ચેટમાં પોતાનો પ્લાન બી બતાવ્યો હતો. જ્યારે હોટશોટ એપને ગૂગલ અને એપલે બંધ કરી દીધી હતી.

ADVERTISEMENT
કુંદ્રાની કાળી કમાણીના ખેલનો પર્દાફાશ
સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પવાર પોઈન્ટ પ્રેજન્ટેશનમાં ત્રણ વર્ષની કમાણીની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જે મુજબ 2021-22માં ગ્રોસ રેવન્યૂ 36 કરોડ 50 લાખ રૂપિયા બતાવવામાં આવી છે. તેમાં નફો 4 કરોડ 76 લાખ 85 હજાર બતાવાયો છે. તો વર્ષ 2022-23માં ગ્રોસ રેવન્યૂ 73 કરોડ બતાવાઈ છે અને નફો 4 કરોડ 76 લાખ 85 હજાર. જ્યારે ત્રીજા વર્ષે 2023-24માં ગ્રોસ રેવન્યૂ 14 કરોડ 60 લાખ અને કુલ નફો 30 કરોડ 42 લાખ એક હજાર 400 બતાવવામાં આવ્યો છે. એક અધિકારીએ કહ્યું કે આ PPTમાં વધુ પેજ મળ્યું છે જેમાં બોલીફેમ મીડિયા લિમિટેડના ઈસ્ટીમેટ રેવન્યૂ લખેલું છે. આ પેજ પર પ્રોજેક્શન રેવન્યૂ રૂપિયામાં નહીં પરંતુ પાઉન્ડમાં બતાવવામાં આવી છે.
ADVERTISEMENT
એક PPTમાં થયો મોટો ખુલાસો
સુત્રો પાસેથી જાણકારી મળી છે કે આમાં ખર્ચા વિશે લખાયું છે કે 2021-22માં 3 લાખ પાઉન્ડ, વર્ષ 2022-23માં 3 લાખ 60 હજાર પાઉન્ડ અને 2023-24માં 4 લાખ 32 હજાર પાઉન્ડની જરૂરિયાત પડશે તેવું કહેવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાંચની ચાર્જશીટમાં એ નથી કહેવામાં આવ્યું કે નેટ પ્રોફિટ અને ગ્રોસ રેવન્યૂનું પ્રેજન્ટેશન બોલીફેમ માટે છે કે પછી અન્ય કોઈ માટે. એક અધિકારીએ કહ્યું કે અમને આ દસ્તાવેજ ઉમેશ કામતની ધરપકડ બાદ મળ્યા પરંતુ હવે અમારી પાસે રાજ કુંદ્રા છે તો તેમાં વધારે સફળતા મળશે. જેના આધારે અમે આગળની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી શકીશું અને બોલીફેમ સાથે જોડાયેલા કન્ફ્યૂઝન છે તેના પર ક્લેરિટી લાવવા માટે તે દિશામાં અમારી તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
થોડા સમય પહેલા જ ખુલાસો થયો છે કે રાજ કુંદ્રાએ ફેબ્રુઆરીમાં જ આ કેસ સામે આવ્યા બાદ પોતાનો ફોન બદલી નાંખ્યો હતો. આ કેસમાં જેવું કુંદ્રાનું નામ સામે આવ્યું તેની સાથે જ તેણે પોતાનો ફોન તરત ચેન્જ કરી દીધો. હવે કુંદ્રાની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે. તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. કોર્ટે તેની 14 દિવસની કસ્ટડી મંજૂર કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.