બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:39 PM, 22 June 2024
પોર્ન જોવાની અવળી અસર પડે જ છે. એક વાર પોર્નની લત લાગી જાય પછી નજીકનો સંબંધ પણ દેખાતો નથી અને માત્રને માત્ર હવસ જ ઉભરાય છે. કળિયુગનું ઘોર પાપ એટલે પોર્ન, આજકાલ પોર્નની લત લોકોમાં ખૂબ વધી ગઈ છે. ઘડીક મજા આપતું આ કામ ભયાનક અસરો પેદા કરે છે તેનો એક અરેરાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે.
ADVERTISEMENT
દારુડિયા પિતાને લાગી હતી પોર્નની લત
એક શરાબી પિતાને પોર્ન વીડિયો જોવાની એટલી ખરાબ લત લાગી ગઈ હતી કે તેણે તેની 12 વર્ષની માસૂમ દીકરી પર બળાત્કાર કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે તેણે વિરોધ કર્યો તો ક્રૂર પિતાએ મારી નાખી. એટલું જ નહીં, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેણે તેની પુત્રીના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. હૈદરાબાદના મિયાપુરમાં આ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું કે 7 જૂને તેની 12 વર્ષની પુત્રીએ કહ્યું કે તે મહેબુબાબાદ પરત ફરવા માંગે છે. આ પછી, તેના પિતા તેને તેની માતા પાસે લઈ જવાનું કહીને સવારે લગભગ 10:00 વાગ્યે તેને જંગલમાં લઈ જતો જોવા મળ્યો હતો અને અહીં તેણે તેની પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
પોર્ન ફિલ્મો જેવો સીન કરવા માગતો હતો
પોલીસે જણાવ્યું કે પોર્નની લત ધરાવતો આરોપી તેની પુત્રી સાથે એક સીન કરવા માંગતો હતો. જોકે, છોકરીએ બૂમો પાડીને તેની માતાને કહી દેવાની ધમકી આપી હતી જે પછી નરાધમ પિતાએ તેને ધક્કો મારીને નીચે પાડી દીધી અને પછી પથ્થરની તેનું માથું કચડી નાખ્યું હતું. 11 મિનિટ પછી, પુત્રી જીવે છે કે નહીં તેની ખાતરી કરવા તે પાછો આવ્યો હતો અને ત્યાંથી પોતાના ઘરે પાછો ગયો. તેણે તેના લાલ શર્ટને સફેદ શર્ટમાં બદલીને તેની પત્નીને કહ્યું કે તેમની પુત્રી ગુમ છે. તેણે તે જ દિવસે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને પોલીસને તેની પુત્રીને શોધવા વિનંતી કરી.
ADVERTISEMENT
વધુ વાંચો : પત્નીએ પહેલી રાતે 'સુખ' માણવા ન દીધું, 'સંબંધ ભૂખ્યાં' પતિએ કર્યું ચોંકાનવારું
સીસીટીવી ફૂટેજને આધારે ઝડપાયો
ADVERTISEMENT
13 જૂને મિયાપુરના જંગલમાંથી એક સડી ગયેલી લાશ મળી આવી હતી. પોલીસે કેસની તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું. ફૂટેજમાં જોવામાં આવ્યું હતું કે આરોપી તેની પુત્રી સાથે જંગલમાં ઘૂસ્યો અને એકલો નીકળી ગયો. તપાસમાં આરોપીએ પોતાની પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.