બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Politics / Politics over milk brands Amul and Nandini in Karnataka

BIG NEWS / હવે કોંગ્રેસને AMUL દૂધ સામે વાંધો: કહ્યું 'આ એક ષડ્યંત્ર છે', ગો બેક અમૂલ કરાવ્યું ટ્રેન્ડ, જાણો સમગ્ર વિવાદ

Dinesh

Last Updated: 02:16 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડી કે શિવકુમારે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે, અમારા અધિકારો અમારી જમીન પાણી અને અમારૂ દૂધ સુરક્ષિત રહે અને ખેડૂતોને સારો ભાવ મળવા જોઈએ.

  • કર્ણાટકમાં દૂધની બ્રાન્ડ અમૂલ અને નંદિનીને લઈને રાજકારણ
  • કોંગ્રેસે ગુજરાતની અમૂલ કંપનીની એન્ટ્રીને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું
  • કોંગ્રેસ જ નહીં અન્ય પાર્ટીઓ પણ આ નિર્ણયનો વિરોધ કરી રહી છે


તમિલનાડુમાં દહીંના વિવાદ પછી હવે કર્ણાટકની ચૂંટણીમાં દૂધની બ્રાન્ડ અમૂલ અને નંદિનીને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે ગુજરાતની અમૂલ કંપનીની એન્ટ્રીને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડી કે શિવકુમારે કહ્યું કે, માત્ર કોંગ્રેસ જ નહીં અન્ય પાર્ટીઓ પણ આ નિર્ણયનો વિરોધ કરી રહી છે. 

'અમૂલ કરતાં નંદિની સારી બ્રાન્ડ છે'
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડી કે શિવકુમારે કહ્યું કે સરકારે આ પગલું ભરીને ખેડૂતોને મદદ કરવાનો પ્રયાસ કર્યો નથી. તેમણે કહ્યું કે, અમૂલ કરતાં નંદિની સારી બ્રાન્ડ છે. તેમણે એમ પણ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે, અમારા અધિકારો અમારી જમીન પાણી અને આપણુ દૂધ સુરક્ષિત રહે અને મારા ખેડૂતોને સારો ભાવ મળવા જોઈએ. તેમણે કહ્યું કે, નંદિની અમારું ગૌરવ છે. અમને ગુજરાત મોડલ નથી જોઈતું અમારી પાસે કર્ણાટક મોડલ છે. દરેક રાજ્યની પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરા હોય છે. આપણે આપણા ખેડૂતોને બચાવવાની જરૂર છે.

કોંગ્રેસના નેતાના આરોપ
બીજી તરફ કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ આરોપ લગાવ્યો હતો કે, PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કર્ણાટકના ખેડૂતોની જીવાદોરી સમાન નંદિની બ્રાન્ડને બંધ કરવા માંગે છે. અમૂલ બ્રાન્ડ રાજ્ય પર થોપવામાં આવી રહી છે કર્ણાટક રાજ્યના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ પણ લોકોને અમૂલ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા કહ્યું હતુ. અમૂલનો આ બહિષ્કાર સોશિયલ મીડિયા પર પણ શરૂ થયો છે. જેમાં વિવિધ હેસટેગ મારફતે શનિવારે ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું હતું.

સરકારનું શું વલણ 
કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ આ મામલે કહ્યું હતું કે, અમૂલ બ્રાન્ડને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે નંદિની બ્રાન્ડને દેશમાં નંબર વન બનાવવા માટે તેને વધુ સ્પર્ધાત્મક બનાવીશું. વિપક્ષ આ મુદ્દે રાજનીતિ કરી રહ્યો છે. આરોગ્ય મંત્રી કે. સુધાકરે કહ્યું કે, નંદિની સિવાય રાજ્યમાં લગભગ 18 બ્રાન્ડનું વેચાણ લાંબા સમયથી થઈ રહ્યું છે. શું અમૂલ ભાજપની બ્રાન્ડ છે અને નંદિની કોંગ્રેસની બ્રાન્ડ છે? અમૂલ દૂધ અને અન્ય ઉત્પાદનોના વેચાણ સામે કોંગ્રેસે રાજ્યમાં અભિયાન શરૂ કર્યું છે.

કેમ વિવાદ વકર્યો
કેન્દ્રીય મંત્રી અમિત શાહ 30 ડિસેમ્બરે કર્ણાટકના માંડ્યા જિલ્લાના પ્રવાસે હતા. અહીં તેમણે 260 કરોડના ખર્ચે બનેલી ડેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. વિગતો મુજબ કે આ ડેરી દરરોજ 10 લાખ લિટર દૂધ પ્રોસેસ કરશે અને બાદમાં તેની ક્ષમતા વધારીને 14 લાખ લિટર પ્રતિ દિવસ કરવામાં આવશે. પછી તેમણે કહ્યું કે, અમૂલ અને નંદિની સાથે મળીને કર્ણાટકના દરેક ગામમાં પ્રાથમિક ડેરી સ્થાપવાની દિશામાં કામ કરશે અને 3 વર્ષમાં કર્ણાટકમાં એક પણ ગામ એવું નહીં હોય જ્યાં પ્રાથમિક ડેરી નહીં હોય આ મુદ્દે રાજકારણ ગરમાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ