બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ત્રીજું બાળક પેદા કરતા સરકાર આપશે ₹ 25,000? જુઓ ક્યાં અને કેમ

પોલિસી / ત્રીજું બાળક પેદા કરતા સરકાર આપશે ₹ 25,000? જુઓ ક્યાં અને કેમ

Bijal Vyas

Last Updated: 04:50 PM, 7 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્રપ્રદેશ સરકારે એક નવી પહેલની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યનો જન્મ દર સતત ઘટી રહ્યો છે, અને જો આ વલણ ચાલુ રહેશે.

આંધ્રપ્રદેશ સરકારે એક નવી પહેલની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યનો જન્મ દર સતત ઘટી રહ્યો છે, અને જો આ વલણ ચાલુ રહેશે, તો ભવિષ્યમાં રાજ્યમાં યુવા કાર્યકારી વયની વસ્તીની અછતનો સામનો કરવો પડી શકે છે. આ મુદ્દાને ઉકેલવા માટે, સરકાર જનસંખ્યા વ્યવસ્થાપન નીતિ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. રાજ્ય બીજા અને ત્રીજા બાળકના જન્મ માટે નાણાકીય સહાય પૂરી પાડવાની યોજના પણ અમલમાં મૂકી છે.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં જન્મ દર સતત ઘટી રહ્યો છે. આ જ કારણ છે કે કેટલીક રાજ્ય સરકારો હવે વસ્તી ઘટાડવાને બદલે સંતુલિત વસ્તી જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તો, આવો જાણીએ કે, આંધ્ર પ્રદેશ સરકાર ત્રીજા બાળકના જન્મ માટે 25,000 રુપિયા ક્યારે આપશે. ઉપરાંત, શું અન્ય કોઈ રાજ્યોમાં સમાન નિયમો છે.

ત્રીજા બાળક પેદા કરવા પર 25000 આપશે આંધ્ર પ્રદેશની સરકાર

નવી પ્રસ્તાવિત નીતિ હેઠળ, જો કોઈ પરિવારને બીજું કે ત્રીજું બાળક હોય, તો સરકાર જન્મ સમયે 25,000 રુપિયાની નાણાકીય સહાય પૂરી પાડશે. આ ઉપરાંત ત્રીજા બાળક માટે વધારાના લાભોનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના પ્રસ્તાવ મુજબ, ત્રીજા બાળકને પાંચ વર્ષ માટે 1,000 રુપિયાની માસિક સહાય મળશે. બાળકને 18 વર્ષની ઉંમર સુધી મફત શિક્ષણ મળશે. સરકારનું માનવું છે કે, આનાથી પરિવારોને નાણાકીય સહાય મળશે અને લોકોને વધુ બાળકો પેદા કરવા માટે વિચારણા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

1 એપ્રિલથી લાગુ થઇ શકે છે આ નિતિ

સરકાર માર્ચના અંત સુધીમાં આ સમગ્ર વસ્તી વ્યવસ્થાપન નીતિને અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય રાખે છે, ત્યાર બાદ 1 એપ્રિલથી અમલમાં મૂકવાનો છે. સરકાર માને છે કે, આ પગલું રાજ્યને ભવિષ્યમાં સંભવિત વસ્તી વિષયક કટોકટી ટાળવામાં અને મજબૂત આર્થિક વૃદ્ધિ જાળવવામાં મદદ કરશે.

મહિલાઓ માટે નવી સુવિધાઓ

નવી વસ્તી નીતિ હેઠળ મહિલાઓ માટે ઘણી વિશેષ સુવિધાઓ પૂરી પાડવાની યોજના છે. સરકાર મેટરનિટી સેન્ટર્સ ઓફ એક્સેલન્સ સ્થાપિત કરશે, જે આધુનિક આરોગ્યસંભાળ સુવિધાઓ અને IVF જેવી સેવાઓ પૂરી પાડશે. આ ઉપરાંત દર 50 બાળકો માટે એક બાળ સંભાળ કેન્દ્ર બનાવવામાં આવશે. મહિલાઓની સુવિધા માટે ગુલાબી શૌચાલય બનાવવામાં આવશે. વિશાખાપટ્ટનમમાં 172 કરોડ રુપિયાના ખર્ચે કામ કરતી મહિલાઓ માટે એક મોટી છાત્રાલય બનાવવામાં આવશે. સરકાર સિઝેરિયન ડિલિવરી ઘટાડવા માટે પણ પ્રયત્ન કરશે.

આ પણ વાંચોઃ ચાર ધામ યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

શું કયા રાજ્યમાં છે આ યોજના ?

ભારતના મોટાભાગના રાજ્યોએ વસ્તી નિયંત્રણ નીતિઓ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ આંધ્રપ્રદેશ જેવા બહુ ઓછા રાજ્યોએ જન્મ દર વધારવા માટે નાણાકીય પ્રોત્સાહનો લાગુ કર્યા છે. જો કે, કેટલાક રાજ્યો સમયાંતરે ગર્ભવતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવાના હેતુથી માતૃત્વ સહાય યોજનાઓ લાગુ કરે છે. જો કે, અન્ય કોઈ રાજ્યએ બાળજન્મ માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડતી યોજના લાગુ કરી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

andhra pradesh third child population management policy
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ