બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડૂત પર હુમલો કરનાર આરોપી ઝડપાયા, પોલીસે અસામાજિક તત્વોને ભણાવ્યો કાયદાનો પાઠ
Last Updated: 10:46 PM, 5 December 2025
ગાંધીનગર જિલ્લામાં તોફાની તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. કલોલ તાલુકાના ધાનજ ગામમાં ખેડૂત પર થયેલા હુમલા કેસમાં પોલીસે બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓએ ખેડૂત પર પ્રહાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
ADVERTISEMENT

પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ બે આરોપીઓને કસ્ટડીમાં લઈને તેમને સાથે રાખી ધાનજ ગામમાં રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઘટનાસ્થળની તમામ વિગતવાર તપાસ હાથ ધરાઈ હતી, જેથી હુમલાનો ક્રમ, કારણ અને અન્ય સંડોવાયેલા લોકોની ઓળખ કરી શકાય.
ADVERTISEMENT

કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક ગતિવિધિઓ શરૂ કરી હતી. હજુ સુધી બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસની ટીમો કામગીરીમાં લાગી ગઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ગુજરાત બોર્ડ પરીક્ષાની તારીખમાં ફેરફાર
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તોફાની તત્વો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવામાં આવી છે અને ગામમાં કાયદો-સુવ્યવસ્થાનું જાળવણુ પ્રાથમિકતા રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.