બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ગુજરાત બોર્ડ પરીક્ષાની તારીખમાં ફેરફાર
Last Updated: 09:39 PM, 5 December 2025
અમદાવાદમાં VTVNEWSના અહેવાલની અસર થવા પામી છે. જેમાં VTVNEWS દ્ધારા શિક્ષણ બોર્ડની ભૂલને લઈ અહેવાલ પ્રસારીત કર્યો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ભૂલ સ્વીકારી છે. ધુળેટીની જાહેર રજામાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ બોર્ડ દ્ધારા પરીક્ષાની તારીખને બદલવામાં આવી. ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા 4 માર્ચના બદલે હવે 18 માર્ચે લેવાશે. જે જે વિષયની પરીક્ષા ધૂળેટીની જાહેર રજાના દિવસે રાખવામાં આવી હતી તે 18 માર્ચે યોજાશે.
ADVERTISEMENT

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટી નો જાહેર રજા દિવસ હોવા છતાં બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ગોઠવવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી ફેલાઈ છે.
ADVERTISEMENT

મળતી માહિતી અનુસાર, ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર, ધોરણ 12 સાયન્સનું જીવ વિજ્ઞાન (બાયોલોજી) પેપર તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અર્થશાસ્ત્રનું પેપર એ દિવસે રાખવામાં આવ્યું હતું. જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવાતા વિદ્યાર્થીઓએ તે સામે અસંતુષ્ટી વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ રાજકુમાર જાટ મોત કેસ પર મોટા સમાચાર, ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે
ADVERTISEMENT
બોર્ડની પરીક્ષાનો સમગ્ર નવો કાર્યક્રમ વાંચવા અહીંયા ક્લીક કરો
2023માં પણ બોર્ડે ચેટીચાંદના જાહેર રજાના દિવસે પરીક્ષા આયોજન કર્યું હતું, જેને લઈને વિરોધ થયો હતો. ત્યારે છબરડો બહાર આવ્યા પછી બોર્ડે સુધારો કરતા પરીક્ષાનો દિવસ બદલવો પડ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.