ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકુમાર જાટ મોત કેસ પર મોટા સમાચાર, ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે
Last Updated: 05:19 PM, 5 December 2025
ADVERTISEMENT
રાજકુમાર જાંટ કેસની તપાસમાં નવું વળાંક આવ્યું છે. કેસની તપાસ માટે રચાયેલ ખાસ તપાસ ટૂકડી (SIT) ના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુએ ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી માટે અદાલતમાં અરજી કરી હતી.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગણેશ જાડેજાએ પોતે જ નાર્કો ટેસ્ટ માટે લખિત સહમતી આપી હતી. જાડેજાની આ સહમતિને ધ્યાનમાં રાખતા અદાલતે SITની વિનંતીને સ્વીકારી લીધી છે અને ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે.

ADVERTISEMENT
તપાસને વધુ વેગ મળે અને કેસ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મળી રહે તે માટે SIT નાર્કો વિશ્લેષણને મહત્વપૂર્ણ માનતી હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચોઃ જામનગર ઉધોગપતિ અને ભાજપ નેતાની જામીન ન મંજુર : 10 ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવા ફરમાન
ADVERTISEMENT
અધિકારીક માહિતી મુજબ, આગામી દિવસોમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. ટેસ્ટ ક્યારે અને ક્યાં થશે તેની પ્રક્રિયા સંબંધિત તંત્ર ટૂંક સમયમાં નક્કી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.