બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામનગરના ઉદ્યોગપતિ અને ભાજપ નેતાના જામીન નામંજુર, 10 ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવા ફરમાન
Last Updated: 05:24 PM, 5 December 2025
જામનગરના ઉદ્યોગપતિ અને ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ વિશાલ મોદી સામે નોંધાયેલા દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઈકોર્ટએ મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરતાં કોર્ટએ તેમને 10 ડિસેમ્બરે પોલીસ સમક્ષ અને કોર્ટમાં ફરજિયાત હાજર થવા જણાવ્યું છે.
ADVERTISEMENT
કેસની વિગતો
પોલીસમાં એક મહિના પહેલા નોંધાયેલા FIR મુજબ વિશાલ મોદીએ પ્રોપર્ટી બતાવવાના બહાને પીડિતાને મળ્યા બાદ તેને કેફી પીણું પીવડાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. FIR મુજબ આરોપીએ પીડિતાનાં અંગત ફોટા અને વિડિયો બનાવી તેઓને વાયરલ કરવાની ધમકી આપી હતી અને લગભગ બે વર્ષ સુધી અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.
ADVERTISEMENT

જામીન અરજી બે સ્તરે નામંજૂર
ADVERTISEMENT
જામનગર સેશન્સ કોર્ટએ વિશાલ મોદીની જામીન અરજી અગાઉ જ નામંજૂર કરી હતી. ત્યારબાદ તેમણે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ હાઈકોર્ટે પણ જામીન અરજી ફગાવી દીધી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરત પોલીસનું ‘નો ડ્રગ્સ’ મિશન સફળ: SOG દ્વારા 13 લાખનો ગાંજો જપ્ત
આરોપી પોલીસ પકડથી દૂર
ADVERTISEMENT
હાઈકોર્ટના આદેશ છતાં આરોપી પોલીસ પકડથી દૂર હોવાનું જણાવ્યું છે. હવે કોર્ટના સ્પષ્ટ આદેશ મુજબ તેમને 10 ડિસેમ્બરનાં દિવસે કોર્ટ હાજર થવા આદેશ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.