બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત પોલીસનું ‘નો ડ્રગ્સ’ મિશન સફળ: SOG દ્વારા 13 લાખનો ગાંજો જપ્ત

કાર્યવાહી / સુરત પોલીસનું ‘નો ડ્રગ્સ’ મિશન સફળ: SOG દ્વારા 13 લાખનો ગાંજો જપ્ત

Published By: Vishal Khamar

Last Updated: 04:38 PM, 5 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર થઈ જવા પામ્યો છે.

સુરત શહેરમાં નશો વિરોધી અભિયાન “નો ડ્રગ્સ ઇન સુરત સિટી” હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મહત્વપૂર્ણ સફળતા મળી છે. અડાજણ હનીપાર્ક વિસ્તારમાંથી પોલીસે રૂ. 13 લાખથી વધુ કિંમતનો ગાંજો કબ્જે કર્યો છે.

પોલીસે આરોપીને ગાંજા સાથે રંગેહાથ ઝડપી લીધો

કાર્યવાહી દરમિયાન પોલીસે સૌરવ ચૌહાણ નામના આરોપીને ગાંજા સાથે રંગેહાથ ઝડપી લીધો. જ્યારે તેના સાથીદારો અંગે વધુ માહિતી બહાર આવી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે સૌરવ ચૌહાણને ગાંજાની ડિલિવરી માટે રિષભ મહનોત દ્વારા કામે રાખવામાં આવ્યો હતો, જ્યારે મુખ્ય સપ્લાયર તરીકે નવરત્મલ મહનોતનું નામ સામે આવ્યું છે.

આરોપીના સાથીદાર ફરાર

ઘટનાસ્થળીએ ડિલિવરી લેવા માટે પહોંચેલો ઉત્તમ પટેલ પણ ઝડપાયો છે. જ્યારે સૈયારામ રો હાઉસમાં રહેતો તેનો સાથીદાર આગમ ઉત્તમ પટેલ હાલ ફરાર છે અને તેની શોધખોળ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર, સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે યોજી CM-Dy.CM સાથે બેઠક

પોલીસ દ્વારા વધુ પૂછપરછ શરૂ કરી

SOG દ્વારા અટકાયત કરાયેલા આરોપીઓની વિસ્તૃત પુછપરછ શરૂ કરવામાં આવી છે. પુછપરછમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના મોટા નેટવર્ક વિશે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે શહેરમાંથી નશાના કારોબારને પૂરે પૂરો નેસ્તો નાબુદ કરવા સતત આવા ઓપરેશન હાથ ધરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Police Surat SOG Surat News

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ