બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / Police protection to Gondal Patidar leader Raju Sakhiya

રીબડા વિવાદ / એવું શું બન્યું કે એકાએક આ પાટીદાર આગેવાનને અપાયું પોલીસ પ્રોટેક્શન, કારણ પૂછતાં મળ્યો ચોંકાવનારો જવાબ

Malay

Last Updated: 08:33 AM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલ અને રીબડા જૂથ વિવાદ વચ્ચે ગોંડલના પાટીદાર આગેવાન રાજુ સખીયાને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે. ગોંડલ બહાર જવા પર પણ પોલીસને જાણ કરવા રાજુ સખીયાને તાકીદ કરાઈ છે.

 

  • ગોંડલના પાટીદાર આગેવાન રાજુ સખીયાને પોલીસ રક્ષણ
  • પોલીસ રક્ષણ ન માંગ્યું હોવા છતાં આપવામાં આવ્યા 2 પોલીસકર્મી
  • ગોંડલ બહાર જવા પર પણ પોલીસને જાણ કરવા રાજુ સખીયાને તાકીદ
  • ગોંડલ અને રીબડાના વિવાદમાં રાજુ સખીયાએ અનેક વખત આપ્યું નિવેદન

ગોંડલ અને રીબડા જૂથ વચ્ચે માથાકૂટ ચાલી રહી છે ત્યારે ગોંડલના પાટીદાર આગેવાન રાજુ સખીયાને ધરાર પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે. રાજુ સખીયાએ પોલીસ રક્ષણ ન માંગ્યું હોવા છતાં 2 પોલીસકર્મીઓને તેમના ઘરે તૈનાત કરાયા છે. મહત્વનું છે કે, ગોંડલ અને રીબડાના વિવાદમાં રાજુ સખીયાએ અનેક વખત નિવેદનો આપ્યા હોવાથી તેમને પોલીસ રક્ષણ અપાયું હોવાની શક્યતાઓ છે. 

પોલીસ રક્ષણ ન માંગ્યું હોવા છતાં આપવામાં આવ્યા 2 પોલીસકર્મી
આ અંગે તેઓએ જણાવ્યું કે, મેં પોલીસ રક્ષણ ન માગ્યું હોવા છતાં આજે મંગળવારે બે પોલીસકર્મીઓ ઘરે આવ્યા હતા. જ્યારે મેં તેઓને પૂછતા તેઓએ ઉપરથી આદેશ હોવાનું જણાવ્યું હતું. જેથી મેં ગોંડલના ઈન્ચાર્જ પીઆઈ ઝાલાનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેઓએ કહ્યું હતું કે, અમે સૂચનાઓ મુજબ તમને બે પોલીસમેન ફાળવ્યા છે. તમે ગોંડલ શહેરથી બહાર જા‌ઓ તો પણ તમારે પોલીસને જાણ કરવાની રહેશે. જેથી કરીને પોલીસ વેન તમારી સાથે રક્ષણ માટે આવી શકે. 

ગોંડલ અને રીબડાના વિવાદમાં અનેક વખત આપ્યું છે નિવેદન
આપને જણાવી દઈએ કે, ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ઝંપલાવી પાટીદાર આગેવાન રાજુ સખીયાએ અનેક વખત બંને વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. તાજેતરમાં જ તેઓએ એવું નિવેદન કર્યું હતું કે, જ્યારે જયરાજસિંહ ગોંડલના ધારાસભ્ય હતા, ત્યારે અનિરુદ્ધસિંહ તેમના મિત્ર હતા. આ સમયે પણ રીબડામાં પાણીના ભાવે જમીન પડાવી લેવામાં આવતી હતી. હાલ જ્યારે બંને વચ્ચે માથાકુટ ચાલી રહી છે ત્યારે પાટીદારને બચાવવાની વાતો કરવામાં આવે છે. રાજુ સખીયાનું આ નિવેદન અખબારોમાં પણ પ્રસિદ્ધ થયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ