બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગરમાં તરણેતર લકી ડ્રો કૌભાંડ: પોલીસ તપાસમાં મોટા ખુલાસા

કાર્યવાહી / સુરેન્દ્રનગરમાં તરણેતર લકી ડ્રો કૌભાંડ: પોલીસ તપાસમાં મોટા ખુલાસા

Vishal Khamar

Last Updated: 11:48 PM, 22 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરમાં લકીડ્રો કેસમાં વધુ એક નામ ખુલ્યું છે. પોલીસે 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતર લકી ડ્રો કૌભાંડને લઈને પોલીસની તપાસમાં તેજી આવી છે. કરોડો રૂપિયાના ફ્રોડ મામલે થાનગઢ પોલીસે મોટી કાર્યવાહી કરતા કુલ 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડમાં 3 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થયાનો ખુલાસો થયો છે.પોલીસ તપાસ દરમિયાન અશ્વિન લગધીર નામના શખ્સની સંડોવણી સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે.

થાનગઢ પોલીસે ઝડપથી કાર્યવાહી કરી 8 આરોપીઓને ઝડપી લીધા છે, જેમાંથી 6 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે જ્યારે 2 આરોપીઓને વધુ પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં રામદાસ મહંત ઉર્ફે રામદાસ, હીરા ગ્રામભડિયા અને લગધીર કારોલીયા સામેલ છે. આ ઉપરાંત સુરેશ ઝરવરિયા, મેરા ડાભી, નરશી સોલંકી, રમેશ ઝેઝરીયા અને અશ્વિન કારેલિયાની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં 2 IAS અધિકારીઓની બદલી, સુરત મનપા કમિશનર બદલાયા

તરણેતર લકી ડ્રોના નામે લોકો પાસેથી મોટી રકમ ઉઘરાવીને છેતરપિંડી કરાઈ હોવાની શંકા છે. પોલીસ દ્વારા દસ્તાવેજો, નાણાકીય લેવડદેવડ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આવનારા દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે, તેવું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં પણ લકી ડ્રો જેવી યોજનાઓ પ્રત્યે ચેતવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar Surendranagar Police Surendranagar news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ