બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / રાજ્યમાં 2 IAS અધિકારીઓની બદલી, સુરત મનપા કમિશનર બદલાયા

ગાંધીનગર / રાજ્યમાં 2 IAS અધિકારીઓની બદલી, સુરત મનપા કમિશનર બદલાયા

Vishal Khamar

Last Updated: 11:15 PM, 22 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં 2 આઈએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. જેમાં સુરત મનપા કમિશ્નર અને GSRTC ના એમડીની પણ બદલી થઈ છે.

રાજ્ય સરકાર દ્વારા વહીવટી સ્તરે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં બે IAS અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ બદલીઓ હેઠળ સુરત મહાનગરપાલિકાના કમિશનરની પણ બદલી કરવામાં આવી છે.

સુરત મનપાના હાલના કમિશનર શાલિની અગ્રવાલની બદલી કરવામાં આવી છે. તેમને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ (GUVNL)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શાલિની અગ્રવાલે સુરત શહેરમાં તેમના કાર્યકાળ દરમિયાન અનેક વિકાસાત્મક અને વહીવટી નિર્ણયો લીધા હતા.

આ પણ વાંચોઃ માવઠાની આગાહી વચ્ચે મહેસાણામાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

તેની સાથે જ GSRTCના મેનેજિંગ ડિરેક્ટર એમ. નાગરાજનની પણ બદલી કરવામાં આવી છે. એમ. નાગરાજનને હવે સુરત મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. વહીવટી ક્ષેત્રે તેમના અનુભવને ધ્યાનમાં રાખીને આ નિયુક્તિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ ઉપરાંત IAS અધિકારી રાજેન્દ્રકુમારને GSRTCના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યાં સુધી નવી નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ આ જવાબદારી સંભાળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Transfer of IAS Officers Gandhinagar News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ