ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માવઠાની આગાહી વચ્ચે મહેસાણામાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

વરસાદ / માવઠાની આગાહી વચ્ચે મહેસાણામાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

Published By: Vishal Khamar

Last Updated: 09:31 PM, 22 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણામાં ભરશિયાલે વરસાદી માહોલ છવાયો છે. માવઠાને લીધે ખેડૂતો ચિંતિત બન્યા છે.

ADVERTISEMENT

મહેસાણા શહેરમાં આજે અચાનક ભરશિયાળે વરસાદ વરસતા જનજીવન પર અસર જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા અગાઉથી માવઠાની આગાહી કરવામાં આવી હતી, અચાનક સાંજના સુમારે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા.

માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ

વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં માર્ગો ભીંજાયા હતા, જ્યારે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ અચાનક આવેલા આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને રવિ પાકના ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે તે કારણે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બે દિવસ સુધી ઠંડીનું જોર વધશે

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વિસ્તારોમાં હવામાન અસ્થિર બન્યું છે. આગામી 24 કલાક દરમિયાન વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ત્યારબાદ સતત બે દિવસ સુધી ઠંડીનું જોર વધશે.

ક્યાં કેટલું તાપમાન નોંધાયું

તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે નલિયામાં રાજ્યમાં સૌથી નીચું 10.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાને કારણે માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. લોકોને પણ ઠંડી અને વરસાદને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી બાદ, હવે હવામાનમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ત્રણ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુરુવારે કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે. સાથે જ હવામન વિભાગે જણાવ્યું કે દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તરપશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 22 જાન્યુઆરીથી હવામાન પ્રવૃત્તિ વધુ તીવ્ર બનશે. 22 અને 23 જાન્યુઆરીએ કાશ્મીરમાં અલગ અલગ સ્થળોએ ભારે હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. શ્રીનગર સહિત ઘાટીના મેદાની વિસ્તારોમાં હળવીથી મધ્યમ હિમવર્ષા થઈ શકે છે, જેના કારણે માર્ગ અને હવાઈ ટ્રાફિક પ્રભાવિત થવાની સંભાવના છે. ત્યારે 22 અને 23 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા છે, જે 24 જાન્યુઆરી સુધીમાં વ્યાપક બનશે. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ પણ જારી કર્યું છે.

ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે શુક્રવાર, 23 જાન્યુઆરી માટે ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. દેહરાદૂન, ટિહરી અને નૈનિતાલ જેવા જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને હાઇ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે. તેમને લપસણા રસ્તાઓ પર મીઠું અને ચૂનાનો છંટકાવ કરવા, રસ્તાઓ પર મશીનરી તૈનાત કરવા અને જરૂરિયાતમંદ લોકો માટે બોનફાયર અને રાત્રિ આશ્રયસ્થાનોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તરાખંડમાં 22 જાન્યુઆરીથી વરસાદ શરૂ થશે, જે 23 થી 25 જાન્યુઆરી દરમિયાન વધુ તીવ્ર બનશે અને વ્યાપક બનશે. પહાડી જિલ્લાઓમાં બરફ જમા થવાથી રસ્તાઓ લપસણા થઈ શકે છે, તેથી વહીવટીતંત્રે સાવચેતી રાખવાની સલાહ આપી છે.

રાજધાનીમાં કેવું રહેશે હવામાન

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી પ્રમાણે, દિલ્હી-NCRમાં 23 અને 24 જાન્યુઆરીની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આના કારણે રાજધાની અને આસપાસના વિસ્તારોમાં વરસાદ, ભારે પવન અને ગાઢ ધુમ્મસની સંભાવના છે. જેના કારણે તાપમાનમાં ફરીથી ઘટાડો થવાની સંભાવના છે. 24 જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

vtv app promotion

અન્ય રાજ્યોમાં હવામાનની સ્થિતિ

પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં 22 થી 25 જાન્યુઆરી સુધી વાદળછાયું આકાશ અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આ રાજ્યોમાં ઠંડી ચાલુ રહેશે. રાજસ્થાનમાં એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી હવામાનમાં ફેરફાર થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 22 થી 24 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ 26 થી 28 જાન્યુઆરી દરમિયાન બીજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડી વધુ તીવ્ર બનવાની સંભાવના છે.

આ પણ વાંચો: મહિલા પર લેબ્રાડોરે કર્યો હુમલો, શ્વાન માલિક સામે બોપલ પોલીસમાં ગુનો નોંધાવ્યો

હવામાન વિભાગની જનતાને અપીલ

ભારતીય હવામાન વિભાગે લોકોને તીવ્ર ઠંડીના કારણે સાવધ રહેવાની સલાહ આપી છે. વિભાગે બિનજરૂરી બહારની નીકળવાનું ટાળવા, ગરમ કપડાં પહેરવા અને બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી લેવાની સલાહ આપી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી થોડા દિવસોમાં ઠંડી વધુ તીવ્ર બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mahesana news mahesana Unseasonal rains

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ