બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મહિલા પર લેબ્રાડોરે કર્યો હુમલો, શ્વાન માલિક સામે બોપલ પોલીસમાં ગુનો નોંધાવ્યો
Last Updated: 08:26 PM, 22 January 2026
અમદાવાદમાં પાલતુ કૂતરાના હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. એસપી રિંગ રોડ પર શીલજ ચાર રસ્તા નજીક આવેલા કાવેરી સંગમ ફ્લેટમાં એક મહિલાને પાલતુ કૂતરાએ હુમલો કર્યો હોવાની નવી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મહિલા સીડી મારફતે ઉપર જઈ રહી હતી ત્યારે સામે તરફથી એક યુવતી પોતાના પાલતુ કૂતરાને લઈને નીચે આવી રહી હતી. અચાનક કૂતરાએ મહિલાને ઝપટે લઈ હુમલો કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને પાલતુ પ્રાણીઓ અંગે કડક નિયમો અમલમાં મૂકવાની માંગ ઉઠી રહી છે.
ADVERTISEMENT

CNCD વિભાગ તેમજ પોલીસને જાણ કરાઈ
ADVERTISEMENT
અચાનક બનેલી આ ઘટનામાં ફ્લેટમાં રહેતી એક મહિલા પર પાળેલા કૂતરાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. કૂતરાએ મહિલાના પગ પર બચકું ભરવા જતાં નખ બેસાડી દીધા હતા. જેથી મહિલા ઘાયલ થઈ હતી. સમગ્ર બનાવ ફ્લેટમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ઘટનાને લઈને મહિલાના પતિએ AMCના CNCD વિભાગ તેમજ બોપલ પોલીસ સ્ટેશનમાં ઈ-મેલ મારફતે લેખિત ફરિયાદ નોંધાવી છે. ઘટનાપછી લેબ્રાડોર જાતિના આ કૂતરાને તેના માલિક સાથે દાણીલીમડા ઢોરવાડા ખાતે લઈ જવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પાળેલા કૂતરાનું વર્ષ 2027 સુધીનું વેક્સિનેશન પૂર્ણ થયેલું છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ આવતીકાલે ગાંધીનગર કમલમમાં મળશે પ્રદેશ ભાજપની કાર્યશાળા, કરાશે આ ખાસ કામ
પેટ ડોગનું રજિસ્ટ્રેશન મે 2025માં કરાવવામાં આવ્યું હતું
ADVERTISEMENT
આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની હાજરીમાં CNCD વિભાગની ટીમે કૂતરાને જપ્ત કર્યો હતો. CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે પેટ ડોગનું રજિસ્ટ્રેશન મે 2025માં કરાવવામાં આવ્યું હતું. કોઈને વધુ ઇજા ન થાય અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી કૂતરાને દાણીલીમડા ઢોરવાડા ખાતે ખસેડવામાં આવ્યું છે. નોંધનીય છે કે અત્યાર સુધી કૂતરા કરડવાની ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં ડોગને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી એક કૂતરાનું મોત થયું હતું. જ્યારે હાલ બે પેટ ડોગ દાણીલીમડા ઢોરવાડામાં રાખવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.