બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આવતીકાલે ગાંધીનગર કમલમમાં મળશે પ્રદેશ ભાજપની કાર્યશાળા, કરાશે આ ખાસ કામ

ચર્ચા / આવતીકાલે ગાંધીનગર કમલમમાં મળશે પ્રદેશ ભાજપની કાર્યશાળા, કરાશે આ ખાસ કામ

Vishal Khamar

Last Updated: 05:35 PM, 22 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે પ્રદેશ ભાજપની કાર્યશાળા યોજાનાર છે. જેમાં પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં કાર્યશાળા યોજાશે. જેમાં જિલ્લા પ્રમુખો, મહામંત્રી સહિતના ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીની આવતીકાલે મહત્વપૂર્ણ કાર્યશાળા યોજાવાની છે. આ કાર્યશાળા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને યોજાશે. કાર્યશાળામાં જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદસભ્યો વિશેષ હાજરી આપશે.

કાર્યકરોને ખાસ તાલીમ આપવામાં આવશે

કાર્યશાળામાં વર્તમાન સમયમાં ચર્ચામાં રહેલા VB-GRAMG બિલ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે. બિલના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે તેમજ ગ્રાઉન્ડ લેવલે બિલને કેવી રીતે લોકો સુધી પહોંચાડવું તે અંગે કાર્યકરોને ખાસ તાલીમ આપવામાં આવશે.

થોડા દિવસ પહેલા જ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પ્રદેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ કારોબારીના સભ્યો અને વિશેષ કારોબારી સભ્યોની 19 જાન્યુઆરીના રોજ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રવક્તા ડો. અનિલ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ કારોબારી તેમજ પ્રદેશ વિશેષ આમંત્રીત સભ્યોની સંગઠનાત્મક નિમણૂંકોની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ પ્રદેશ અધ્યક્ષ તથા પ્રદેશ હોદ્દેદારો સહિત કુલ 106 લોકોની પ્રદેશ કારોબારીમાં નિમણૂંક કરવામાં આવતી હોય છે. જે પૈકી પ્રદેશ હોદ્દેદારોની અગાઉ જાહેરાત કરી દેવામાં આવી હતી. જ્યારે પ્રદેશ કારોબારીના બાકી રહેતા સભ્યોની સંગઠનાત્મક નિમણૂંક કરવામાં આવી છે. પ્રદેશ વિશેષ આમંત્રીત સભ્યોની પણ નિમણૂંક કરવામાં આવી છે.

થોડા સમય પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક કરાયા બાદ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી હતી. નવી સંગઠનની ટીમમાં 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમજ અનિરૂદ્ધ દવે, ડૉ.પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.

ભાજપ પ્રદેશ સંગઠનના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 4 મહામંત્રી અને ઉપપ્રમુખના નામની જાહેરાત કરાઈ છે. સંગઠનની બાકી રહેલી નિમણૂંકોની જાહેરાત કરાઈ છે. મહામંત્રી તરીકે કચ્છના અનિરૂદ્ધ દવે, રાજકોટના ડો. પ્રશાંત કોરાટ, ખેડાના અજય બ્રહ્મભટ્ટ, સુરેન્દ્રનગરના હિતેન્દ્ર ચૌહાણની વરણી કરવામાં આવી છે. જ્યારે મુખ્ય પ્રવક્તા તરીકે ડો. અનિલ પટેલની વરણી કરાઈ છે. મીડિયા ઈન્ચાર્જ તરીકે પ્રશાંત વાળાની વરણી કરવામાં આવી છે. ડો. પરિન્દુ ભગત કોષાધ્યક્ષ જ્યારે મોહન કુંડારીયાન સહકોષાધ્યક્ષ બનાવાયા છે. સાથે સાથે કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી-એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરાઈ છે.

આ પણ વાંચોઃ ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, વીજળીના કડાકા સાથે પોટલે પડશે પાણી

મહામંત્રી

અનિરૂદ્ધ દવે કચ્છ

ડો.પ્રશાંત કોરાટ રાજકોટ

અજય બ્રહ્મભટ્ટ ખેડા

હિતેન્દ્ર ચોહાણ સુરેન્દ્રનગર

મુખ્ય પ્રવકતા - ડો.અનિલ પટેલ

મીડીયા ઈન્ચાર્જ - પ્રશાંત વાળા

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar BJP Gandhinagar News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ