ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / police detained people in juhapura ahmedabad for nupur sharma statement
ADVERTISEMENT
ADVERTISEMENT
નૂપુર શર્માના વિવાદિત નિવેદનના પડઘા હવે છેક ગુજરાત સુધી પડ્યા છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદમાં આવેલા જુહાપુરામાં નૂપુર શર્માના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી. જો કે, તેઓ રેલી કાઢીને વિરોધ કરે એ પહેલાં જ વેજલપુર અને સરખેજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. નૂપુર શર્માના બેનરો સાથે સ્થાનિકો વિરોધ કરવાના હતા પરંતુ એ પહેલાં જ વિરોધ કરે તે પહેલાં પોલીસે તેઓની અટકાયત કરી દીધી. આ સાથે જુહાપુરામાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાદમાં વિરોધ કરી રહેલ હાજર મહિલા અગ્રણીઓ સાથે પોલીસ તકરાર કરતા કેટલીક મહિલા આગેવાનોની પણ અટકાયત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
લોકોને અમારી અપીલ છે કે, 'કોઈ પણ આવાં મેસેજ પર લોકો ધ્યાન ન આપે'
આ સિવાય આ મામલે ઝોન-7 DCP ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું કે, 'એક મેસેજ વાયરલ થયો હતો કે જુહાપુરા ભારત પાન પાર્લરથી જવાનપુરા ચાર રસ્તા સુધી એક રેલીનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય. જેથી મહિલાઓ અને પુરુષો આજે બપોરે મોટી સંખ્યામાં જુહાપુરા પહોંચ્યા હતા. જેથી તાત્કાલિક ધોરણે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને લોકોને ઘટનાસ્થળેથી વિખેરી નાખ્યા હતા. કોઈ પણ સંગઠન દ્વારા રેલીનો મેસેજ કરવામાં ન હતો આવ્યો. જે મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો તે એક ફેક મેસેજ હતો. લોકોને એવી અપીલ કરવામાં આવે છે કે, કોઈ પણ આવાં મેસેજ પર લોકો ધ્યાન ન આપે અને આવી રેલીઓમાં ન જોડાય. હાલમાં સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે.'
ADVERTISEMENT
રાજકોટમાં નૂપુર શર્મા અરેસ્ટના પોસ્ટર લાગ્યા
ADVERTISEMENT
રાજકોટમાં પણ નૂપુર શર્મા એરેસ્ટના પોસ્ટરો લાગ્યા હતાં. રામનાથ પરા વિસ્તારમાં તેનો વિરોધ કરતા પોસ્ટર લગાવાયા હતાં. શહેરના આઝાદ ચોક વિસ્તારમાં રોડ પર પોસ્ટરો લગાવવામાં આવ્યા હતાં. જો કે, આ બાબત પોલીસના ધ્યાને આવતા તુરંત પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત કિસાનપરા ચોક અને આમ્રપાલી અંડરબ્રિજમાં પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરો કોના દ્વારા અને ક્યારે લગાવવામાં આવ્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ