બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Police crackdown on gourds under the guise of spas across the state

એક્શન / અમદાવાદના 350, સુરતમાં 70થી વધુ..., રાજ્યભરમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર પોલીસની તવાઇ

Priyakant

Last Updated: 03:27 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Spa Center Police Raid News: પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ગુજરાતના શહેરોમાં અનૈતિકતા 700થી વધુ ઠેકાણાઓ પર કાર્યવાહી કરવામાં આવી, અમદાવાદમાં 24 કલાકમાં 350 જેટલા સ્પા સેન્ટરમાં તપાસ

  • ગુજરાતમાં અનેક સ્થળો પર સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર પોલીસની તવાઈ 
  • પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અનૈતિકતા 700થી વધુ ઠેકાણાઓ પર કાર્યવાહી 
  • જાહેરનામા ભંગની 9 ફરીયાદ, 8 લોકોની ધરપકડ, અમદાવાદમાં 24 કલાકમાં 350 જેટલા સ્પા સેન્ટરમાં તપાસ 

Gujarat Spa Center Police Raid : ગુજરાતમાં અનેક સ્થળો પર સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર પોલીસે તવાઈ બોલાવી છે. વાત જાણે એમ છે કે, ગુજરાતની અલગ-અલગ પોલીસની ટીમોએ સ્પા સેન્ટરોમાં દરોડા પાડ્યા હતા. મહત્વનું છે કે, પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ગુજરાતના શહેરોમાં અનૈતિકતા 800થી વધુ ઠેકાણાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ તરફ રાજ્ય વ્યાપી સ્પા સેન્ટોરોમાં પોલીસના દરોડા વચ્ચે અમદાવાદમાં 10 PI-56 PSIની બદલીનો આદેશ પણ કરવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 851 સ્પા સેન્ટર પર પોલીસના દરોડા પડ્યા છે. દરોડા પાડીને પોલીસે અત્યાર સુધી 105 લોકોને ઝડપ્યા છે. આ સાથે રાજ્યભરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 103 ગુના નોંધાયા છે. મહત્વનું છે કે, ગૃહરાજ્ય મંત્રીના આદેશ બાદ રાજ્યભરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. 

જાહેરનામા ભંગની 9 ફરીયાદ, 8 લોકોની ધરપકડ
ગુજરાતમાં પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની સ્પા સેન્ટર પર કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પા સેન્ટરની તપાસ કરાઇ છે. જેમાં ખાસ કરી અમદાવાદમાં 24 કલાકમાં 350 જેટલા સ્પા સેન્ટરમાં તપાસ કરાઇ છે. આ સાથે જાહેરનામા ભંગની 9 ફરીયાદ નોંધી 8 લોકોની ધરપકડ પણ કરાઈ છે. આ તરફ ફરિયાદને લઈને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ કરી છે. 

થેરાપીના નામે અનૈતિક ધંધા કરતા સ્પા સંચાલકો સામે કાર્યવાહી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 851 સ્પા સેન્ટર પર પોલીસના દરોડા પડ્યા છે. દરોડા પાડીને પોલીસે અત્યાર સુધી 105 લોકોને ઝડપ્યા છે. આ સાથે રાજ્યભરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 103 ગુના નોંધાયા છે. મહત્વનું છે કે, ગૃહરાજ્ય મંત્રીના આદેશ બાદ રાજ્યભરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. 

આ સાથે સુરતમાં 70થી વધુ સ્પા સેન્ટરોમાં દરોડા કરી 50 સ્પા સેન્ટરો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ સાથે રાજકોટમાં 50થી વધુ સ્પામાં દરોડા કરી 13 સ્પા સેન્ટરો સામે કાર્યવાહી કરાઇ છે. વડોદરામાં 20થી વધુ સ્પામાં દરોડા પાડી 2 સ્પા સેન્ટરો સામે કાર્યવાહી કરાઇ છે. આ સાથે ભાવનગરમાં પણ 5 સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, થેરાપીના નામે ગુજરાતમાં ફેલાયેલા દૂષણો સામે સરકારે લાલ આંખ કરતાં અનૈતિકતા 800થી વધુ ઠેકાણાઓ પર પોલીસ ત્રાટકી હતી. મસાજ થેરાપી અને આયુર્વેદ ટ્રીટમેંટના નામે સ્પાનો ધંધો ચાલે છે. જોકે મહિલાઓના દૂષણના ઠેકાણા બની ચૂકેલા સ્પાની હાટડીઓ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અહી એ પણ ચર્ચા છે કે, અમદાવાદમાં સ્પામાં કામ કરતી યુવતી પર દમનના વીડિયો પછી પોલીસ જાગી છે. 

સ્પાના ધંધા કેમ શહેરોમાં મોટા કેમ થયા? 
થાઈ સ્પાના નામે મોટા શહેરોમાં સ્પાનો ધંધો જબરજસ્ત મોટો થયો છે. ક્યાંક આયુર્વેદના નામ નીચે સ્પા અને મસાજનો ધંધો ફુલ્યો ફાલ્યો છે. રોડ પર જ સ્પાના પાટીયા ઝુલે છે, અંદર શું ચાલે છે તેની બધાને જાણ છે. વગવાળા લોકો સ્પાનો ધંધો કરે છે, છુપી રીતે એવા લોકોના પૈસા લાગેલા છે. પોલીસને એક સમજણથી સાચવી લેવાય છે, ક્યાંક ઉચ્ચ અધિકારીઓના પૈસા છે. પાછલા બારણે ફાયનાન્સ થાય છે અને નામ બીજા કોઈનું સામે હોય છે. મજબૂર મહિલાઓ પાસેથી સ્પાના નામે અનૈતિક કામો પણ કરાવાય છે. આવી મહિલાઓ, યુવતીઓ ફરિયાદ ક્યાં કરવા જાય તે સૌથી મોટી મુંઝવણ હોય છે. સ્પાના ધંધામાં તમામ ખુશ એવી સ્થિતિ હોવાથી ધંધો ખૂબ મોટો થયો છે. પૈસા રોકનારાનું નામ ક્યાંય આવતું નથી અને નફો મોટો છે એટલે રોકનારા વધુ છે. આ ધંધામાં યુવતીઓ, મહિલાઓ આખા ભારતમાંથી મોટા શહેરોમાં આવે છે. કોઈ મોટી મશીનરી નહી, ટેકનોલોજી નહી એટલે ધંધો પણ સરળ છે. સ્પાના ધંધાને પ્રોટેક્શન કરનારા વગદાર લોકો છે એટલે રોકાણ પણ સુરક્ષિત છે. 

એક એવો ધંધો જેમાં બધા ખુશ!

  • બિલ્ડરને તેની જગ્યાનું નિશ્ચિત ભાડૂ મળી જાય એટલે બિલ્ડર ખુશ
  • પોલીસને એની સમજણ અને વજુદ પ્રમાણે ભાગ મળી જાય એટલે એ ખુશ
  • અધિકારીઓના પૈસા લાગે પણ નામ એમનું ન આવે અને નફો મળે એટલે એ ખુશ
  • ચલાવનારને સ્પા મેનેજ જ કરવાનું હોય છે જેનું રોકાણ ઝીરો હોય છે એટલે એ ખુશ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ