બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / police announces reward of 50 paise on wanted criminal

કહેવું પડે! / 'ગુનેગારોએ તેમની ઓકાત ખબર હોવી જોઈએ', ફરાર આરોપીને શોધવા SPએ એવું કામ કર્યું કે જાણીને ગર્વ થશે

Arohi

Last Updated: 12:53 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan News: આ આદેશ આપવા પાછળ પોલીસનો હેતુ અને દલીલ છે કે ગુંડાને પોતાની જાતને ડોન ન સમજવા જોઈએ. પોલીસ બદમાસ અને ફરાર આરોપીઓને પકડવા માટે 500થી 100000 અને તેનાથી વધારે સુધીના ઈનામની જાહેરાત પણ કરતી રહે છે.

  • ફરાર બદમાશ પર 50 પૈસાનું ઈનામ 
  • SPનું તર્ક જાણી તમને પણ લાગશે નવાઈ 
  • આરોપીએનો પોતાની 'ઓકાત' ખબર હોવી જોઈએ

ઝુંઝુનૂ પોલીસે આર્મ્સ એક્ટમાં ફરાર એક બદમાશને પકડવા પર ફક્ત 50 પૈસાનું ઈનામ જાહેર કર્યું છે. આ ઈનામ આદેશ હવે સોશિયલ મીડિયા પર ખાસ ચર્ચાનો વિષય બન્યું છે. આ 50 પૈસાનું ઈનામ જાહેર કરવા પાછળ પોલીસ અધિકારી દેવેંદ્ર કુમાર બિશ્નોઈની દલીલ છે કે ફ્રોડ પોતાના ઉપર મુકેલા ઈનામને પોતાની શાખ સાથે જોડીને સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે જેથી ગુનેગારોને તેમની ઓકાત બતાવવા માટે આ પ્રકારના 50 પૈસાના ઈનામની જાહેરત કરી છે. 

આ આદેશની પાછળ પોલીસની એવી ઈચ્છા અને દલીલ છે કે બદમાશ પોતાની જાતને ડોન નથી સમજતા. પોલીસ ગુનેગારો અને ફરાર આરોપીઓને પકડવા માટે 500થી 100000 અને તેનાથી વધારે સુધીના ઈનામની જાહેરાત કરતી રહી છે. પરંતુ હકીકતે ઈનામની રકમ ક્યારેય ગુનેગારોને પકડવાના કામ નથી આવી. જ્યારે ગુનેગારો પોતાના પર ઈનામને ઘણી વખત સોશિયલ મીડિયા પર વાયરલ કરી પોતાની શાખ બતાવવાનું કામ કરે છે. 

વધુ વાંચો: શંભુ બોર્ડર પર જંગ જેવો માહોલ: પોલીસે ડ્રોનથી છોડ્યાં ટિયર ગેસના ગોળાં, ખેડૂતોએ રૂમાલ બાંધીને દોટ મૂકી

ઈનામ પર ગર્વ કરે છે ગુનેગાર 
SP દેવેંદ્ર બિશ્નોઈ કહે છે કે ઈનામના ચક્કરમાં કોઈ પણ ગુનેગારને પકડવાનું કામ નથી કરતું. પોલીસની સુચના તંત્ર ગુનેગારને પકડવાનું કામ કરે છે. પરંતુ આ પ્રકારે મુકવામાં આવેલા ઈનામથી ગુનેગાર પોતાના પર ગર્વ કરવામાં સફળ થઈ જાય છે. પરંતુ પોલીસે ફ્રોડને પોતાની ઓકાત બતાવવા માટે આ પ્રકારની શરૂઆત કરી જેથી ફ્રોડને એ જણાવી શકાય કે તેમની ઓકાત ફક્ત 50 પૈસાની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ