બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / police and intelligence tahrir members who mp ats convert hindu girls in muslims

મધ્યપ્રદેશ / 'પહેલા યુવકોએ ધર્મ બદલ્યો પછી 3 હિંદુ યુવતીઓને બનાવી મુસ્લિમ', ગૃહમંત્રી મિશ્રા બોલ્યા, એક આરોપી તો ઓવેસીની કોલેજનો હતો પ્રોફેસર

Kishor

Last Updated: 08:22 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ATSએ હિજ્બ-ઉત-તહરીર સંગઠનના શખ્સોને પકડી પાડયા હતા. જેમાં પહેલા આરોપીઓએ ધર્મ બદલ્યા બાદ 3 હિંદુ યુવતીઓને મુસ્લિમ બનાવી લગ્ન કર્યા હોવાનો ધડાકો થયો છે.

  • ઈસ્લામિક સંગઠનના આરોપીઓ મામલે સૌથી મોટો ખુલાસો
  • પ્રથમ પોતે અને પછી હિંદુ યુવતીને બનાવી મુસ્લિમ
  • બ્રેઈનવોશ કરવાનો ચલાવતો હતો કલાસ

મધ્યપ્રદેશ ATSએ સૌથી મોટી કાર્યવાહી કરી કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન હિજ્બ-ઉત-તહરીર સંગઠનના શખ્સોને પકડી પાડયા હતા. બાદ તેની પૂછપરછમાં ચોંકાવનારા ધડાકા થયા છે. પૂછપરછમાં બહાર આવ્યું કે ઝપટે ચડેલા આરોપીઓમાંથી ત્રણ છોકરાઓ અગાઉ હિંદુ ધર્મનું પાલન હતા. બાદમાં તેઓએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. વધુમાં આરોપીએ હિંદુ છોકરીઓને ઈસ્લામ ધર્મની અપનાવવા દબાણ કર્યા બાદ તેની સાથે લગ્ન કર્યા હતા. સૌથી મોટો ખુલાસો એ પણ થયો છે કે એક આરોપી ભોપાલમાં કોચિંગ ચલાવતો હતો. જેમાં આવતા  લોકોનું બ્રેઈનવોશ કરાતું હતું. પહેલા આરોપીઓએ ધર્મ બદલી બાદમાં છોકરીઓએ ઈસ્લામ કબૂલ કર્યો હોવાનો ધડાકો થયો છે.

15 ઓગસ્ટે બ્લાસ્ટનો પ્લાન કરનાર ISનો શંકાસ્પદ આઝમગઢથી ઝડપાયો, મળ્યો IEDનો  સામાન | isis suspect arrested from azamgarh uttar pradesh before blasting  on independent day

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું...

આ મામલે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ જણાવ્યું હતું એટીએસની તપાસમાં બહાર આવ્યું કે ધરપકડ કરાયેલા સભ્યોમાંથી 3 સભ્યો હિંદુમાંથી મુસ્લિમ બન્યા બાદ હિંદુ છોકરીઓને ધર્મપરિવર્તન કરાવી લગ્ન કર્યા હતા. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ સત્તાવાર રીતે માહિતી આપતા કહ્યું કે હૈદરાબાદથી ધરપકડ કરાયેલ અને હિંદુમાંથી ધર્મ પરિવર્તન કરનાર મોહમ્મદ સલીમનું અગાઉનું ના. સૌરભ રાજવૈદ્ય હતું. વધુમા આરોપી દેવી પ્રસાદ પાંડેએ ધર્મ પરિવર્તન બાદ અબ્દુર રહેમાનના નામે ઓળખાતો હતો. તેજ રીતે હૈદરાબાદમાં રહેતો વેણુ કુમારનું નામ અબ્બાસ અલી રખાયું હતું. 

ઓવૈસીની કોલેજમાં પ્રોફેસર

સૌથી ખાસ વાત એ છે કે એટીએસે દબોચી લીધેલ આરોપીઓમાં મોહમ્મદ સલીમ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના ભાઈ કબરુદ્દીન ઓવૈસીની કોલેજમાં પ્રોફેસર હોવાનું પણ બહાર આવ્યું છે. આથી એટીએસ દ્વારા આ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  પકડાયેલા આરોપીઓમાં જિમ ટ્રેનર, દરજી, ઓટો ડ્રાઇવર તથા કોચિંગ કલાસ સંચાલક હોવાનું બહાર આવ્યું છે. જે તમામનો મુખ્ય હેતુ નિર્દોષ છોકરીઓનું બ્રેઈનવોશ કરીને તેમને આતંકના ખપ્પરમાં હોમવાનો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ