બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Pm ujjwala yojana lpg cylinders 50 lakh rupees risk cover third party claim public liability insurance legal process
vtvAdmin
Last Updated: 10:04 AM, 20 July 2019
જી હા, જેનો મતલબ સ્પષ્ટ છે કે , જો ભોજન રાંધતી વખતે LPG સિલિન્ડર ફાટી જાય છે અથવા તો દુર્ઘટના થાય, પીડિત પરિવારને 50 લાખ રૂપિયા સુધીનો ઇન્શ્યોરન્સ મળશે.
ADVERTISEMENT
એક સર્વે અનુસાર, ભારતમાં દર વર્ષે ઓછામાં ઓછા 100 સિલેન્ડર ફાટવાની ઘટના સામે આવે છે. એવામાં લોકો વળતર માટે એટલા માટે વંચિત રહે છે કેમકે તેમની પાસે આ અંગે કોઇ જાણકારી હોતી નથી.
ADVERTISEMENT
જોકે આ વળતર ઇન્શ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવે છે. આ માટે LPG કંપની પોતાના ગ્રાહકો માટે ઇન્સ્યોરન્સ કંપનીને પબ્લિક લાયબિલિટી પૉલિસી લે છે. જે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ હોય છે. આ માટે LPG કંપની દર વર્ષે ઇન્શ્યોરન્સ કંપનીને મોટી રકમ ચૂકવે છે.
આ માટે ગ્રાહકોને રૂપિયા આપવાની જરૂર પડતી નથી, આ પબ્લિક લાયબિલિટી પૉલિસી હેઠળ વ્યકિત વિશેષના નામ પર ઇન્શ્યોરન્સ નથી હતો, પરંતુ તે LPG ગ્રાહક અને તેના પરિવાર માટે હોય છે, જેની સાથે કોઇ દુર્ધટના બને છે.
જેનો મતલબ સ્પષ્ટ છે કે, જો ગ્રાહકની સાથે કોઇ દુર્ઘટના બને છે તો પબ્લિક લાયબિલિટી પૉલિસી હેઠળ ઇન્શ્યોરન્સ કંપની પીડિત અને તેના પરિવારને વળતર આપે છે. જો પીડિત પક્ષને વળતર આપવા માટે કંપની આનાકાની કરે છે અથવા તો પીડિત પક્ષ વળતરની રાશિથી સંતુષ્ટ નખી તો કોર્ટમાં જઇ શકે છે.
LPG સિલેન્ડરની ઘટનાથી જો દુર્ધટના થવા પર કોર્ટ વળતરની રાશિ પીડિતની ઉંમર, આવક અને અન્ય શરતોના આધાર પર નક્કી કરે છે.
સામાન્ય રીતે જોઇ શકાય કે LPG સિલેન્ડર ફરાટવાથી ઘરમા નુકસાન થાય છે, ઘરના સભ્યોને ઇજા પહોંચે છે અથવા તો ઘણી વખત લોકોની મૃત્યુ પણ થઇ જાય છે. ત્યારે નુકસાનના આધારે વળતરની રકમ નક્કી કરવામાં આવે છે.
વળતરની રકમ ઇન્શ્યોરન્સ કંપનીઓ આપે છે, આ માટે પીડિતને માત્ર ક્લેમ કરવાનો હોય છે. જો પીડિત પક્ષ આ વળતર માટે ક્લેમ નથી કરતો, તો વળતર નહી મળે. આ જ કારણે ઇન્શ્યોરન્સ કંપનીઓ આ વળતર પબ્લિક લાયબિલિટી પૉલિસીને આધારે આપે છે, જેમાં કોઇ વ્યકિતનું વિશેષ નામ નથી હોત, પરંતુ ક્લેક કરવા પર જ વળતર મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.