બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Says "World's Eyes On India's Budget

શુભ સમાચાર / કેવું હશે આવતીકાલનું કેન્દ્રીય બજેટ, પ્રધાનમંત્રી મોદીએ એક દિવસ પહેલા આપ્યો મોટો સંકેત

Hiralal

Last Updated: 03:38 PM, 31 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ આવતીકાલે રજૂ થનાર સરકારના બજેટને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.

  • બજેટ સત્રમાં જતા પહેલા સંસદ પરિસરમાં પીએમ મોદીનું નિવેદન 
  • 'ભારત પહેલા, નાગરિકો પહેલા', ભાવનાને સાર્થક કરતું હશે નાણા બજેટ
  • આખી દુનિયાની નજર ભારતના બજેટ પર હશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ 2023-24નું બજેટ  રજૂ કરવા જઈ રહ્યા છે. બજેટને લઈને દરેકને ઘણી અપેક્ષાઓ છે. બજેટમાં લોકોને શું મળ્યું તે બુધવારે સવારે 11 વાગ્યે સંસદમાં જાણી શકાશે, પરંતુ તે પહેલા જ આજે સંસદના બજેટ સત્ર પહેલા જ વડાપ્રધાને પોતાના સંબોધનમાં ઇશારો કરીને બજેટની દિશા જણાવી હતી. 

ભારત પાસેથી દુનિયાને અપેક્ષાઓ
પીએમ મોદીએ આજે સંસદ સંકુલથી પોતાના સંબોધનમાં કહ્યું કે આ સમયે દુનિયાભરની અર્થવ્યવસ્થા તોફાનનો સામનો કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં પણ ભારત વિશ્વ માટે આશાનું કેન્દ્ર બની રહ્યું છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે તેમની સરકાર ઇન્ડિયા ફર્સ્ટ, સિટીઝન ફર્સ્ટની ભાવના સાથે કામ કરે છે. બજેટ પણ આ ભાવનાથી આગળ વધારવામાં આવશે.

બજેટ સામાન્ય લોકોની અપેક્ષાઓ પૂરી કરશે
પીએમ મોદીએ કહ્યું કે મને આશા છે કે ભારતનું બજેટ સામાન્ય લોકોની સાથે સાથે દુનિયાની આશાઓને પૂરી કરવાનો પ્રયાસ કરશે જે ભારતને આશાના કિરણના રૂપમાં જોઈ રહ્યા છે.

બજેટ લોકપ્રિય હોઈ શકે 
વડાપ્રધાનની વાત પરથી લાગે છે કે ચૂંટણી પહેલાના આ છેલ્લા બજેટમાં સરકાર લોકકલ્યાણકારી યોજનાઓ માટે સરકારી તિજોરી ખોલી શકે છે. આ ઉપરાંત મોંઘવારી ઘટાડવા અને બચત અને કમાણી વધારવા સાથે સંબંધિત જાહેરાતો પણ થઇ શકે છે. બજેટમાં સામાન્ય લોકો પણ ટેક્સ છૂટમાં વધારો કરવાની માગ કરી રહ્યા છે. વર્ષ 2014થી ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે સામાન્ય લોકોને છેલ્લા બે બજેટથી સ્લેબમાં ફેરફારની આશા હતી, પરંતુ આ વિશે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ