બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કોરોના વિરુદ્ધ જંગમાં જ્યારે હાઇડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટની નિર્યાતની ભારતે મંજૂરી આપી તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારતના વખાણ કર્યા સાથે સાથે પીએમ નરેન્દ્ર મોદીને મહાન નેતાનો કરાર આપ્યો. અમેરિકા માટે પીએમ મોદી કેટલું મહત્વ રાખે છે એ વ્હાઇટ હાઉસના ટ્વિટર હેન્ડલ દ્વારા ફૉલો કરવામાં આવતી યાદીથી વ્યક્ત થાય છે. વ્હાઇટ હાઉસ કુલ મળીને 19 હેન્ડલ ફૉલો કરે છે જેમાં 4 ભારતથી જોડાયેલા છે બાકી અમેરિકાથી. આ ચારમાં પીએમ મોદીનું ખાનગી હેન્ડલ, પ્રેસિડેન્ટ ઑફ ઇન્ડિયા, પીએમઓ અને અમેરિકામાં ભારતીય દૂતાવાસનું હેન્ડલ છે.
તાજેતરના દિવસોમાં જ્યાર કોરોનાની લડાઇમાં ભારતે અમેરિકા અને બ્રિટેન જેવી વિશ્વશક્તિ સહિત દુનિયાભરમાં ઘણા દેશોને મદદ કરવા હાથ લાંબો કર્યો છે અને ત્યાંના નેતાઓએ પીએમ મોદીના ભરપૂર વખાણ કર્યા તો લોકોમાં ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો માટે વધારે જાણવાની ઉત્સુકતા પેદા થઇ, આ ક્રમમાં નજર વ્હાઇટ હાઉસ દ્વારા ફૉલો કરતા અકાઉન્ટની તરફ ગઇ જેને જોઇને કોઇ પણ ભારતીયને ગર્વ મહેસૂસ થશે જેને વિકસિત અને વિકાસશીલ દેશોના નેતાઓમાં માત્ર પીએમ મોદીને ફૉલો કર્યા છે.
ADVERTISEMENT

જો કે હજુ એવું જાણી શકાયું નથી કે પીએમ નરેન્દ્ર મોદીને તાજેતરમાં જ ફૉલો કરાવામાં આવ્યા છે કે પહેલાથી ફૉલો કરવામાં આવતા હતા. પરંતું એ તો નક્કી છે વિશ્વના તમામ દેશો અને નેતાઓની વચ્ચે માત્ર ભારતથી જોડાયેલા મિશન અને ભારતીય પીએમનું વ્યક્તિગત હેન્ડલ ફૉલો કરવામાં આવતા નવી દિલ્હી અને વૉશિંગ્ટનના સંબંધનની મજબૂતી વ્યક્ત કરે છે.
ADVERTISEMENT
ભારત ઝડપથી વિકાસ તકફ આગળ વધતો દેશ છે અને કોઇ દેશ એના આ પ્રગતિને નકારી શકે નહીં, પીએમ મોદીની લોકપ્રિયતા પણ અમેરિકાથી છુપાઇ નથી જેને આ છેલ્લા આશરે 6 વર્ષમાં જોઇ લીધું છે.
કોરોના જંગમાં ભારત એકમાત્ર એવો દેશ છે જે પરેશાનીઓથી ઘેરાયેલો હોવા છતાં મદદ માટે આગળ આવ્યો સાથે સાથે આખા વર્લ્ડને એક કરવામાં પણ લાગ્યું છે. સાર્કની બેઠક હોય કે જી 20ની બંનેની પહેલ ભારતે કરી. આ ઉપરાંત પીએમ મોદી દરરોજ કોઇને કોઇ વર્લ્ડ લીડર સાથે ફોન પર ચર્ચા કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.