બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Narendra Modi inaugurated the new Parliament building today on Sunday

New Parliament Building / હવન-પૂજા.. સર્વ-ધર્મ પ્રાર્થના, PM મોદીના હસ્તે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન, ખાસિયતો જાણીને આંખો પહોળી થઈ જશે

Malay

Last Updated: 09:48 AM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Parliament Inauguration: આજે રવિવારે PM નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરી દીધું છે. ત્યારે જાણીએ નવા સંસદ ભવનની વિશેષતાઓ શું છે.

 

  • PM મોદીએ આજે​નવા સંસદ ભવનનું કર્યું ઉદ્ઘાટન
  • જુની ઈમારતની સરખામણીએ નવી ઈમારત ઘણી બાબતોમાં અલગ
  • સંસદ ભવનમાં સાગના લાકડાનો કરાયો છે ઉપયોગ
  • સંસદ ભવનની અંદર લગાવેલું અશોક ચક્ર ઈન્દૌરમાં બનેલું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે​નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. ઘણા વિરોધ પક્ષોએ આ ઉદ્ઘાટન કાર્યક્રમનો વિરોધ કર્યો અને આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો.  આ ભારે વિરોધ વચ્ચે પીએમ મોદીએ નવા સંસદ ભવનને રાષ્ટ્રને સમર્પિત કર્યું. સંસદની લોકસભામાં સેંગોલને પણ સ્થાપિત કર્યું. PM નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન સમારોહ માટે નવા સંસદ ભવન પહોંચ્યા હતા. સમારોહની શરૂઆત પૂજા સાથે થઈ હતી. પૂજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઓમ બિરલા પણ બેઠા હતા. જે બાદ PM મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને કર્યું સમર્પિત. .  નવા સંસદ ભવનના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ આ ઈમારતનું નિર્માણ કરનારા શ્રમિકોને સન્માનિત પણ કર્યા હતા. 

 

જાણો નવા સંસદ ભવનની ખાસિયતો
નવા સંસદ ભવનની ખાસિયતો વિશે વાત કરીએ તો 64 હજાર 500 ચોરસ મીટરમાં બનેલી નવી સંસદની ઇમારત 4 માળની છે. તેના 3 દરવાજા છે જેના નામ જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર છે. સાંસદો અને VIP માટે અલગથી પ્રવેશ છે. નવી ઇમારત જૂની ઇમારત કરતાં 17 હજાર ચોરસ મીટર મોટી છે. તેના પર ભૂકંપની અસર નહીં થાય. તેની ડિઝાઇન HCP ડિઝાઇન, પ્લાનિંગ અને મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેના આર્કિટેક્ટ બિમલ પટેલ છે.

ઉદયપુરમાં કરાઈ છે પથ્થર પર કોતરણી 
સંસદ ભવનમાં નાગપુરથી મંગાવવામાં આવેલા સાગના લાકડાનો ઉપયોગ કરાયો છે. સંસદ ભવનનું ફર્નિચર મુંબઈથી મંગાવવામાં આવ્યું છે. સંસદભવનમાં જે સફેદ માર્બલનો ઉપયોગ કરાયો છે, તે અંબાજીની ખાણમાંથી મોકલાયું હતું. માર્બલ રાજસ્થાનના સરમથુરાથી મંગાવવામાં આવ્યું હતું. પથ્થર પર કોતરણી આબુ રોડ અને ઉદયપુરમાં કરાઈ છે. તો બ્રાસ વર્કને અમદાવાદથી ખરીદવામાં આવ્યા છે. સંસદભવનમાં જે જાળીદાર પથ્થર લગાવાયા છે, તે રાજસ્થાનના રાજનગર અને નોઈડાથી મોકલાયા હતા. 

મિર્ઝાપુરમાં બનાવાયા છે કાર્પેટ
સંસદમાં જે કાર્પેટ પાથરવામાં આવ્યા છે, તે યુપીના મિર્ઝાપુરમાં બનેલા છે. સંસદભવનના ભોંયતળિયાને બનાવવા માટે ત્રિપુરાના ખાસ વાંસનો ઉપયોગ કરાયો છે. સંસદ ભવન પર સ્થાપિત કરાયેલા રાષ્ટ્રચિહ્ન મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને જયપુરમાં બનેલા છે. સંસદ ભવનની અંદર લગાવેલું અશોક ચક્ર ઈન્દૌરમાં બનેલું છે. 

બંધારણની નકલ કોન્સ્ટિટ્યુશન હોલમાં રાખવામાં આવશે. 
બિલ્ડીંગની સૌથી મોટી વિશેષતા કોન્સ્ટીટ્યુશન હોલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ હોલમાં બંધારણની નકલ રાખવામાં આવશે. આ સિવાય મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષ ચંદ્ર બોઝ, દેશના વડાપ્રધાનોની મોટી તસવીરો પણ લગાવવામાં આવી છે.

જાન્યુઆરી 2021માં બાંધકામ શરૂ થયું
ત્રિકોણાકાર આકારની નવી સંસદ ભવનનું નિર્માણ 15 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયું હતું. આ બિલ્ડીંગ ગયા વર્ષે નવેમ્બરમાં પૂર્ણ થવાની હતી. PM નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારત તેની આઝાદીના 75 વર્ષ ઉજવશે ત્યારે સંસદની નવી ઇમારતથી વધુ સુંદર બીજું કંઈ ન હોઈ શકે.

લોકસભામાં જ 1272થી વધુ સાંસદો એકસાથે બેસી શકશે
હાલમાં લોકસભામાં 590 લોકોની બેઠક ક્ષમતા છે. નવી લોકસભામાં 888 બેઠકો છે અને મુલાકાતીઓની ગેલેરીમાં 336થી વધુ લોકો માટે બેઠક છે. હાલમાં રાજ્યસભાની બેઠક ક્ષમતા 280 છે. નવી રાજ્યસભામાં 384 બેઠકો છે અને વિઝિટર ગેલેરીમાં 336થી વધુ લોકો બેસી શકશે. લોકસભામાં એટલી જગ્યા હશે કે બંને ગૃહોના સંયુક્ત સત્ર દરમિયાન લોકસભામાં જ 1272થી વધુ સાંસદો એકસાથે બેસી શકશે. સંસદના દરેક મહત્વપૂર્ણ કામ માટે અલગ-અલગ ઓફિસ છે. અધિકારીઓ અને કર્મચારીઓ માટે હાઇટેક ઓફિસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. કાફે અને ડાઇનિંગ એરિયા પણ હાઇટેક છે. સમિતિની બેઠકના અલગ-અલગ રૂમમાં હાઇટેક સાધનો લગાવવામાં આવ્યા છે. અહીં કોમન રૂમ, લેડીઝ લાઉન્જ અને વીઆઈપી લાઉન્જ પણ છે.

અંદાજીત 900 કરોડના ખર્ચે બનાવાયું છે નવું સંસદ ભવન
જૂની બિલ્ડિંગના બાંધકામમાં રૂ.83 લાખનો ખર્ચ થયો હતો. જો રિપોર્ટ્સનું માનીએ તો સંસદના નવા બિલ્ડિંગના નિર્માણમાં અંદાજીત 900 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. નવી સંસદમાં ઐતિહાસિક સેંગેલને સ્થાપિત કરવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ