બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Politics / PM Narendra Modi flim to be rereleased on 15th October as theatres reopen

થિએટર / દેશમાં સિનેમાઘર ખૂલશે અને સૌ પ્રથમ આ ફિલ્મ થશે રિલીઝ, PM મોદીના દિલની છે નજીક

Published By: Shalin

Last Updated: 03:11 PM, 10 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને કારણે થિયેટરો લાંબા સમયથી બંધ રાખવામાં આવ્યા છે, જે 15 ઓક્ટોબરથી ઘણા મહિનાઓ બાદ આખરે ખુલશે. આ થિયેટરોમાં આવતા અઠવાડિયે ફિલ્મ PM નરેન્દ્ર મોદી ફરી એકવાર રિલીઝ થવા જઈ રહી છે.

થિયેટરો બંધ થવાને કારણે ફિલ્મોની રિલીઝ ડેટ પર પણ અસર થઈ છે અને આ કારણે ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ લંબાવવી પડી છે. 

થિયેટરો ટૂંક સમયમાં શરૂ થવા જઇ રહ્યા છે અને આ થિયેટરોમાં આવતા અઠવાડિયે ફિલ્મ PM નરેન્દ્ર મોદી ફરી એકવાર રિલીઝ થવા જઈ રહી છે, જે ગયા વર્ષે મે મહિનામાં રિલીઝ થઈ હતી. 

PM નરેન્દ્ર મોદી એક વર્ષ પછી ફરીથી રિલીઝ થવાની તૈયારીમાં

અભિનેતા વિવેક ઓબેરોય સ્ટારર PM નરેન્દ્ર મોદી એક વર્ષ પછી ફરીથી રિલીઝ થવાની તૈયારીમાં છે અને જ્યારે ઘણી બધી શરતો સાથે થિયેટરો ફરી ખોલવામાં આવશે ત્યારે ફિલ્મ ફરીથી મોટા પડદે રજૂ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આવતા સપ્તાહે ફરીથી રિલીઝ થશે.

હવે નિર્માતાઓ દ્વારા ફરીથી પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. લોકડાઉન પછી ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થનારી આ પ્રથમ ફિલ્મ હશે. આ ફિલ્મ 15 ઓક્ટોબરે રિલીઝ થશે. 

દેશના પ્રખ્યાત સેટ ડિઝાઈનર જેમણે મેરી કોમ, સરબજિત જેવી ફિલ્મો બનાવી છે તે ઉમંગ કુમારના નિર્દેશનમાં બનેલી PM નરેન્દ્ર મોદીમાં વિવેક ઓબેરોયે મુખ્ય પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં નરેન્દ્ર મોદીની રાજનીતિમાં પ્રવેશ કરવાની વાર્તા છે, એટલે કે વિદ્યાર્થી જીવનથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી બનવા અને પછી દેશના વડાપ્રધાન બનવાની કથા છે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોયને નવ જુદા જુદા રૂપમાં બતાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે ગત વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા આ ફિલ્મ રિલીઝ થવાની હતી, જો કે આચાર સંહિતાને કારણે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી, 24 માર્ચે ચૂંટણી બાદ આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ઊંધા માથે પછડાઈ હતી.  

સંકળાયેલા મુદ્દાઓ

Movie Theatres PM modi PM મોદી Vivek Oberoi વિવેક ઓબેરૉય સિનેમા થિએટર Theatre

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ