બ્રેકિંગ ન્યુઝ
VTV / PM Modi's big gift to the beneficiaries of Ayushman Bharat Yojana, now they will get so much money for surgery
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારત રાષ્ટ્રીય જન સ્વાસ્થ્ય વીમા યોજનાના લાભાર્થીઓને હવે સર્જરીનો વિકલ્પ આપ્યો છે,સર્જરી વિકલ્પ હેઠળ લાભાર્થીઓને 5 લાખની મર્યાદા સુધીની સહાય મળશે. આયુષ્યમાન ભારત યોજનાની ગવર્નિંગ પેનલે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાંચ લાખ રૂપિયા સુધીના અનિશ્ચિત સર્જિકલ પેકેજ હેઠળ કેસ દાખલ કરવાની પ્રક્રિયાઓ નક્કી કરવાની અને મંજૂરી આપવાની સ્વતંત્રતા આપી છે.
હેલ્થ બેનિફિટ પેકેજનો લાભ લઈ શકશે
આયુષ્યમાન ભારત યોજનાની ગવર્નિંગ પેનલે રાજ્યોને આરોગ્ય લાભ પેકેજની કિંમતો નક્કી કરવાની પણ મંજૂરી આપી છે.આ યોજના હેઠળ લાભાર્થીઓને તબીબી પ્રક્રિયાઓની સૂચિ આપવામાં આવી છે અને તેઓ તેમાંથી યોગ્ય પેકેજ પસંદ કરી શકે છે. આયુષ્યમાન ભારત કાર્યક્રમની શરૂઆત વર્ષ 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી, જેનો ઉદ્દેશ કરોડો ભારતીયો, ખાસ કરીને એવા લોકોને સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરવાનો છે, જેમને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ નથી.
ADVERTISEMENT
વિવિધ મેડિકલ પ્રક્રિયાઓને આવરી લેવાઈ
નેશનલ હેલ્થ ઓથોરિટીનું કહેવું છે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મોટી સંખ્યામાં વિવિધ મેડિકલ પ્રક્રિયાઓને આવરી લેવામાં આવી છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં દર્દીઓએ સર્જરી અથવા સારવાર કરાવવી પડે છે જે હેલ્થ બેનિફિટ પેકેજ હેઠળ આવતી નથી. થાય છે. આવા કિસ્સાઓમાં, દર્દીઓ પોતાને અસ્પષ્ટ સર્જિકલ પ્રક્રિયા કેટેગરી હેઠળ નોંધણી કરાવી શકે છે.
ADVERTISEMENT
સરકારે 1600 કરોડના ખર્ચે આયુષ્માન ભારત ડિઝિટલ મિશનને મંજૂરી આપી
કેન્દ્રીય કેબિનેટે 1600 કરોડ રુપિયાના ખર્ચે પાંચ વર્ષ સુધી આયુષ્માન ભારત ડિઝિટલ મિશનને મંજૂરી આપી દીધી છે.પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજનામાં પાંચ વર્ષ સુધી લોકોને સારી આરોગ્ય સુવિધા મળી તેવો તેનો હેતુ છે.આ યોજના લોન્ચ થયા બાદ લોકને ગુણવત્તાસભર સારી સેવાઓ મળી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.